નવજીવન ન્યૂઝ. નવીદિલ્હી: પેટ્રોલ-ડીઝલનો ભાવ ભડકે બળી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. પ્રતિ લિટરે પેટ્રોલ પર 50 પૈસા અને ડીઝલ પર 57 પૈસાનો વધારો થયો છે.
ઓઈલ કંપનીઓએ એક અઠવાડીયામાં 5મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. રવિવારે પેટ્રોલ 50 પૈસા અને ડીઝલ 55 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. નવી કિંમત લાગુ થયા પછી રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 99.11 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 90.42 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યું છે. બીજી બાજુ 22 માર્ચથી અત્યાર સુધી એલપીજી અને CNG-PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવમા 98 રૂપિયા 81 પૈસા થયો છે.જ્યારે ડિઝલનો ભાવ 92 રૂપિયા 99 પૈસા થયો છે.
છેલ્લા એક અઠવાડીયાની વાત કરીએ તો 22 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. રાંધણ ગેસના ભાવમાં પણ રૂ.50નો વધારો કરવામાં આવ્યો છે. 23 માર્ચે બીજી વખત પેટ્રોલ અને ડીઝલ 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો. 24 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી રાહત મળી હતી, પરંતુ CNG-PNGના ભાવ 1 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો. 25 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો. 26 માર્ચે ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો. 27 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચમી વખત વધારો થયો, પેટ્રોલમાં 50 પૈસા અને ડીઝલમાં 55 પૈસાનો વધારો થયો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












