નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત હવે ડ્રગ્સની હેરાફેરીનું હબ બની રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠે અવાર-નવાર ડ્રગ્સના હેરાફેરીના બનાવ પ્રકાશીતમાં આવ્યા છે. એક મહિના અગાઉ જખૌ દરિયાકિનારેથી પકડાયેલા ડ્રગ્સ કેસમાં ગુજરાત એટીએસને વધુ સફળતા મળી છે. ગુજરાત એટીએસ દ્વારા આ કેસ બાબતે દિલ્હીમાં સર્ચ ઓપરેશન કર્યું હતુ. ગુજરાત એટીએસ દિલ્હીમાંથી એક અફધાની નાગરીકને 8 કિલો હેરોઈનના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાંચના એ.સી.પી બી.પી.રોજીયા દ્વારા ગુજરાત એટીએસના DIG દીપેન ભદ્રનને માહિતી મળી હતી કે, એક મહિના અગાઉ ગુજરાત એટીએસ અને ICGની સંક્યુત ટીમ દ્વારા જખૌ નજીકથી ભારતની IMBLસીમમાં ઓપરેશન પાર પાડ્યા હતું, જેમાં અલ-સાકાર નામની એક પાકિસ્તાની બોટમાંથી 50 કિલોનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની અંદાજીત કિંમત 350 કરોડ જેટલી થાય છે. આ બોટમાંથી 6 પાકિસ્તાનીને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.
જખૌ નજીકથી પકડાયેલું ડ્રગ્સ મામલે પોલીસે તપાસ કરતા આ ડ્રગ્સ અફધાન નાગરિક હકમતુલ્લાહએ મગાવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ અફધાની નાગરિક હાલ દિલ્હીના લાજપતનગર વિસ્તારમાં રોકાયો હોવાની માહિતી ગુજરાત એટીએસને મળતા નાયબ પોલીસ અધિક્ષક કે.કે પટેલ, PI વી.બી. પટેલ, બી.એચ.કોરોટ, સી.એચ.પનારાની ટીમ દિલ્હી રવાના થઈ હતી. દિલ્હીમાં ગુજરાત એટીએસ, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને દિલ્હી સ્પે.સેલની એક સંયુક્ત ટીમ બનાવીને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતમાં ટૂરિસ્ટ વીઝા પર આવેલો અફધાનિસ્તાનનો રહેવાસી હકમતુલ્લાહ મળી આવ્યો હતો. સાથે જ તેણે કારમાં છુપાવેલો 8 કિલોનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 56 કરોડ જેટલી થાય છે.








