Wednesday, July 1, 2026
HomeGeneralદાઝયા પર ડામઃ અદાણીનો CNG ગેસ પ્રતિ કિલો હવે આટલા રૂપિયાનો પડશે

દાઝયા પર ડામઃ અદાણીનો CNG ગેસ પ્રતિ કિલો હવે આટલા રૂપિયાનો પડશે

- Advertisement -

નવજીવન.અમદાવાદઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધની અસર ભારતમાં જોવા મળી રહી છે. ભારતમાં સામાન્ય નાગરીકોની પહેલાથી જ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. તેવામાં અદાણી ગેસના ભાવમાં 2 રુપિયાનો વઘારો થયો છે. અદાણી ગેસનો નવો ભાવ 73.09 રુપિયા થયો છે. જે રીતે દિવસેને દિવસે CNGમાં ભાવ વધારો થઈ રહ્યો છે તે જોતા CNG 100 રુપિયાને પાર જલ્દીથી પહોંચી શકે તેમ છે.



આંતરરાષ્ટ્રીય બજારમાં લિક્વિડ નેચરલ ગેસના ભાવમાં વધારો થઈ ગયો હોવાથી વોહનો દોડાવવા વપરાતા સીએનજીના ભાવમાં કિલોએ ૧૦થી ૧૫નો વધારો આવી જવાની સંભાવના વ્યકત કરવામાં આવી હતી. ઉપરાંત પીએનજી-પાઈપ્ડ નેચરલ ગેસના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ ભાવમાં ૭૦થી ૧૦૦ ટકાનો વધારો આવી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. તેવામાં આજે અદાણી ગેસ કંપની 2 રુપિયાનો વધારો કર્યો છે. અગાઉ CNG માં જૂનો ભાવ 71.09 રૂપિયા હતો.

ગેસના ભાવ વધતા જનતા પરેશાન થઈ ઉઠી છે તો બીજી તરફ ધંધાદારી રીક્ષા ચાલકોને આ ભાવ વધારાથી મોટો ઝાટકો લાગ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવથી દાઝેલી જનતા સીએનજી તરફ વળી હતી ત્યારે તેમને CNGમાં પણ રાહત દાઝવાનો વારો આવી રહ્યો છે. CNG ગેસના ભાવ વધારામાં સૌથી વધુ નુકસાન રિક્ષા ચાલકોને પડે તેમ છે. એવામાં CNGના ભાવોમાં વધારો કરવામાં આવતા મોંઘવારીનો બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular