Thursday, June 25, 2026
HomeInternational40 સેકન્ડમાં બે ભૂકંપથી વેનેઝુએલામાં વિનાશ, જાણો કેમ વધુ ખતરનાક બન્યો ડબલ...

40 સેકન્ડમાં બે ભૂકંપથી વેનેઝુએલામાં વિનાશ, જાણો કેમ વધુ ખતરનાક બન્યો ડબલ ઝટકો

- Advertisement -

Venezuela Earthquake: વેનેઝુએલામાં માત્ર 40 સેકન્ડના અંતરે આવેલા બે શક્તિશાળી ભૂકંપોએ ભારે વિનાશ સર્જ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં 10 હજારથી વધુ લોકોના મોતની આશંકા છે. રાજધાની કારાકાસ (Caracas)માં અનેક ઇમારતો, હોટલો અને એરપોર્ટની બિલ્ડિંગોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. બચાવ કામગીરી આગળ વધતાં મૃત્યુઆંક અને નુકસાનનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે.

અમેરિકન જિયોલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા અનુસાર પ્રથમ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર બુધવારે સાંજે 6:04 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 નોંધાઈ હતી. ત્યારબાદ માત્ર 39થી 40 સેકન્ડના અંતરે 7.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. એક જ વિસ્તારમાં આટલા ઓછા સમયના અંતરે આવેલા બે શક્તિશાળી ભૂકંપને ભૂગર્ભ વૈજ્ઞાનિકો સિસ્મિક ડબલેટ (Seismic Doublet) તરીકે ઓળખાવે છે, જે ખૂબ જ દુર્લભ ઘટના માનવામાં આવે છે.

- Advertisement -

પ્રથમ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 22 કિલોમીટર નીચે હતું, જ્યારે બીજા ભૂકંપનું કેન્દ્ર માત્ર 10 કિલોમીટર નીચે નોંધાયું હતું. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બંને ભૂકંપ ઓછી ઊંડાઈ પર આવ્યા હોવાથી તેની અસર વધુ વિનાશક બની હતી. ઓછી ઊંડાઈ પર આવતા ભૂકંપમાં ઉત્પન્ન થતી ભૂકંપીય તરંગોને જમીનની સપાટી સુધી પહોંચવામાં ઓછું અંતર કાપવું પડે છે. તેના કારણે જમીનમાં વધુ જોરદાર ધ્રુજારી અનુભવાય છે અને ઇમારતો ધરાશાયી થવાનું જોખમ પણ વધી જાય છે.

રિક્ટર સ્કેલ પર બંને ભૂકંપની તીવ્રતા 7થી વધુ હોવાથી નુકસાનનું પ્રમાણ પણ વધુ રહેવાની શક્યતા છે. ઓછી ઊંડાઈના ભૂકંપ સામાન્ય રીતે વધારે તીવ્ર આંચકા પેદા કરતા હોવાથી જાનમાલનું નુકસાન પણ વધારે થાય છે.

USGSના જણાવ્યા મુજબ ભૂકંપ પૃથ્વીની સપાટીથી લઈને અંદાજે 700 કિલોમીટર સુધીની ઊંડાઈએ આવી શકે છે. આ ઊંડાઈને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. 0થી 70 કિલોમીટર સુધીના ભૂકંપને ઓછી ઊંડાઈના, 70થી 300 કિલોમીટર વચ્ચેના ભૂકંપને મધ્યમ ઊંડાઈના અને 300થી 700 કિલોમીટર સુધીના ભૂકંપને વધુ ઊંડાઈના ભૂકંપ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular