નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ સરકારી નોકરી માટેની તૈયારી કરી રહેલા ગુજરાતીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. TETની પરીક્ષાની જાહેરાત થતાં છેલ્લા કેટલાય સમયથી શિક્ષક બનવા માગતા ઉમેદવારોની ધીરજનો અંત આવ્યો છે. રાજ્ય શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોર (Kuber Dindor) દ્વારા આજે ટ્વિટર પર પરીક્ષા અંગેની જાહેરાત કરવામાં આવી છે. આગામી એપ્રિલ મહિનામાં TET 1 અને TET 2ની પરીક્ષા યોજવામાં આવશે.
રાજ્ય શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડિંડોર દ્વારા સોશિયલ મીડિયા પર માહિતી આપવામાં આવી છે કે, શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલા ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ અને TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે ૮૭ હજાર અને TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.
પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટે TETની પરીક્ષા આપવી ફરજિયાત છે. ધોરણ 1થી 5માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ-1 અને ધોરણ 6થી 8માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ-2ની પરીક્ષાનો કાર્યક્રમ ગત ઓક્ટબર મહિનામાં જાહેર કરવામાં આવ્યો હતો. આ પરીક્ષાના ફોર્મ 21 ઓક્ટોબરથી ભરાવાના શરૂ થયા હતા અને 16 જાન્યુઆરી સુધી ફી ભરવાનો સમયગાળા લંબાવાયો હતો. ત્યારે હવે આ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ TET 1ની પરીક્ષા 2018માં લેવાઈ હતી અને TET 2ની પરીક્ષા 2017માં લેવાઈ હતી. 6 વર્ષ બાદ ફરી એકવાર TETની પરીક્ષા જાહેર કરવામાં આવતા ઉમેદવારોમાં ખુશી જોવા મળી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796