Saturday, April 20, 2024
HomeGujaratમહીસાગર: સ્થાનિકોને રોજગારી આપવા બાબતે વન વિભાગનો નવતર પ્રયોગ, પણ સ્થાનિકોમાં જુદી...

મહીસાગર: સ્થાનિકોને રોજગારી આપવા બાબતે વન વિભાગનો નવતર પ્રયોગ, પણ સ્થાનિકોમાં જુદી જ ચર્ચા

- Advertisement -

નવજીવન ન્યૂઝ મહીસાગર: Mahisagar News: હાલ બેરોજગારીનો મુદ્દો વિધાનસભા (Gujarat Vidhansabha) થી લઈ લોકસભા સુધી ચર્ચામાં છે. એવામાં મહીસાગર જિલ્લાના વનવિભાગ (Forest Department) દ્વારા વંછિતો માટે રોજગારી ઊભી થાય એ દિશામાં એક નવતર પહેલ કરી છે. મહીસાગર વનવિભાગની સંતરામપુર પશ્ચિમ રેન્જના વાંકાનાળા રેસ્ટ હાઉસ ખાતે શનિવારની સવારે એક કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મહિસાગર જિલ્લાના વનવિભાગે (Forest Department) પોતાની હદમાં ઉગેલા વાંસ કાપીને તેનું વિતરણ કર્યું હતું. જેમાંથી વિવિધ ચીજ-વસ્તુઓ બનાવીને સ્થાનિકો રોજગારી રળી શકે. તેઓને વિવિધ વસ્તુઓ જેવી કે, ટોપલી, ટોપલા, છાબડી, પવન નાખવાના વીણા, અનાજ ભરવાની કોઠી તેમજ ગૌરી વ્રત માટે ઉપયોગમાં લેવાતી ટોપલીઓ વગેરે કેવી રીતે બનાવવી તે અંગેની જાણકારી અને તાલીમ પણ આપવામાં આવી હતી.

- Advertisement -

ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા નાયબ વનરક્ષક અધિકારી, સંતરામપુર પૂર્વ અને પશ્ચિમ રેન્જના RFO તથા વનકર્મીઓ હાજર રહ્યા હતા. સાથે સાથે લોકોને જંગલ વિસ્તારમાંથી કાચા વાંસ ન કાપવા વિશે પણ સમજાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનો હેતુ રોજગારીથી વંછિત પરિવારોને રોજગારીની રાહ બતાવવાનો હતો. જેથી સ્થાનિકો જિલ્લામાં દર અઠવાડિએ ભરાતાં હાટ બજારમાં પોતે બનાવેલી વસ્તુઓ વેચીને રોજગારી મેળવી શકે.

કાર્યક્રમને લઈને સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી છે કે, આ કાર્યક્રમ તો થઈ ગયો. ફોટા પડી ગયા, સમાચારોમાં આવી ગયું. પણ આ કાર્યક્રમ સાર્થક ત્યારે જ થશે, જ્યારે આ યોજનાનું ખરી રીતે પરિણામમાં રૂપાંતરણ થાય. અને આવી માત્ર એક યોજનાથી નહીં ચાલે, બેરોજગારીનો દર નીચે લાવવા સરકારના બધા જ વિભાગોએ ખૂબ લાંબો રસ્તો કાપવાનો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular