નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ લગભગ ત્રણ માસ અગાઉ અમદાવાદ (Ahmedabad News) માં નોંધાયેલા બળાત્કારના કેસમાં એક ગજબ વળાંક આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) માં આરોપી તરફથી જે મેડિકલ રીપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા તે મુજબ આરોપી નપુંસક હોવાનું સામે આવ્યું. જે રીપોર્ટને આધારે ગુજરાત હાઇકોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યાં છે.
શું હતી ઘટના
ગત ડિસેમ્બરમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદમાં અમદાવાદની એક 27 વર્ષીય મોડલે નોંધાવ્યું હતું કે, પ્રશાંત ધાનક (ઉ. વ. આ. ૫૫) તેના પર બળાત્કાર કર્યો છે. જેને પગલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે 23 ડિસેમ્બર 2022ના રોજ પ્રશાંતની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, પ્રશાંત ધાનક એક ફ્રીલાન્સ ફોટોગ્રાફર છે. એક ફોટોશૂટ દરમિયાન તે આ યુવતી સાથે પરિચયમાં આવ્યો હતો. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત નવેમ્બર માસમાં પ્રશાંત તેને મોડલિંગ અસાઈમેન્ટની લાલચ આપીને વિજય સ્કવેર પાસેની એક હોટલમાં લઈ ગયો હતો અને તેની સાથે બળાત્કાર કર્યો હતો. યુવતીએ પ્રશાંત પર બળાત્કાર સિવાય ધમકી આપવાનો પણ આરોપ મૂક્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચ જેવું કામ ટ્રાફિક DCP સફિન હસનની ટીમે કરી બતાવ્યું
સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કર્યાં
પ્રશાંતને ધરપકડ બાદ જયુડીશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. તેણે વકીલ મારફતે અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી. જે ગત 2 માર્ચના રોજ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં હતી. તેથી પ્રશાંતે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જ્યાં પ્રશાંતના વકીલે હાઇકોર્ટ સમક્ષ પ્રશાંતની તબીબી તપાસનો રીપોર્ટ (Medical Report) રજૂ કર્યો હતો. જેને ધ્યાને લઈને જસ્ટિસ સમીર દવેએ પ્રશાંતના કાયમી જામીન મંજૂર કર્યાં છે.
વકીલની દલીલ અને મેડિકલ રીપોર્ટમાં શું હતું
પ્રશાંતના વકીલ એફ.એન. સોનીવાલાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, બળાત્કારની ફરિયાદ એક નપુંસક વ્યક્તિ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. કારણ કે, પોલીસ તપાસના ભાગ રૂપે તબીબી પરીક્ષક દ્વારા તેનું વીર્ય એકત્ર કરવા માટે એક નહીં પરંતુ ત્રણ વખત પ્રયાસો કરવામાં આવ્યા હતા. અને ત્રણેય પ્રયાસો નિષ્ફળ ગયા હતા. મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, આરોપી પ્રજનન ક્ષમતાના ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હતો. ડોક્ટર્સે રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આરોપીની તપાસમાં જાણવા મળ્યું કે, તેને ન તો લિંગોત્થાન હતું કે ન તો સ્ખલન. વકીલે આરોપી પ્રશાંતના બચાવ પક્ષમાં એમ પણ કહ્યું કે, ફરિયાદી યુવતીએ તેની પાસેથી રૂપિયાની માગણી કરી રહી હતી. જ્યારે રૂપિયા મળ્યા નહીં અને તેને સંતોષ ન થયો એટલે તેણે પ્રશાંત ધાનક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796