Thursday, April 24, 2025
HomeGujaratGandhinagarપેપરલીક અટકાવવા GSSSBએ પરીક્ષા પદ્ધતિમાં કર્યો મોટો ફેરફાર, આ રીતે લેવાશે પરીક્ષા

પેપરલીક અટકાવવા GSSSBએ પરીક્ષા પદ્ધતિમાં કર્યો મોટો ફેરફાર, આ રીતે લેવાશે પરીક્ષા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપરલીકની ઘટનાનો અનેકવાર સામે આવી છે. તલાટી કમ મંત્રીની પરીક્ષા હોય, ક્લાર્કની પરીક્ષા હોય કે પછી બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય પરીક્ષા પહેલા પેપરો ફૂટી જતાં અનેક ઉમેદવારોનું ભવિષ્ય દાવ પર લાગ્યું હતું. તેમજ અવાર-નવાર પરીક્ષામાં પેપરલીકની (Paper Leak) ઘટનાઓને લઈ ગુજરાતમાં હોબાળો મચી ગયો હતો, ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પેપરલેસ પદ્ધતિથી પરીક્ષાઓ લેવાનો નિર્ણય કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો ફૂટી જવાની ઘટનાઓને લઈ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ધરખમ ફેરફારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે હવે પેપરલેસ પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. એટલે કે હવે તમામ ઉમેદવારોએ કમ્પ્યુટર પર પરીક્ષા આપવાની રહેશે. કમ્પ્યુટર પર પરીક્ષા લેવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એજન્સી પણ નક્કી કરવામાં આવી છે. TCS કંપનીને પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ હવે એક સમય કરતાં વધારે સમય સુધી પરીક્ષા લેવાશે. એકસાથે વધુમાં વધુ પંદર હજાર ઉમેદવારો પરીક્ષા આપી શકશે. તેમજ દિવસમાં ત્રણ પેપર પરીક્ષા માટે કાઢવામાં આવશે.

- Advertisement -

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા પદ્ધતિમાં કરેલા ફેરફાર મુજબ આગામી સમયમાં લેવાનારી બીટગાર્ડની પરીક્ષા પણ કમ્પ્યુટર પર લેવામાં આવશે. 4 લાખ પચાસ હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે તેવી પણ માહિતી મળી રહી છે. કમ્પ્યુટર સિસ્ટમથી પરીક્ષા લેવાના નિર્ણય સામે કેટલાક પડકારો પણ આવી શકે છે. તે માટે કમ્યુટર લેબ ઊભી કરવી પડશે. તેમજ તેના મોનીટરીંગ માટે પણ વિશાળ નેટવર્ક ઊભું કરવું પડશે. તમામ ઉમેદવારો કમ્યુટરથી અવગત જ હોય તેવું નથી, ત્યારે તે બાબતે પણ સમસ્યા થઈ શકે છે. તો હવે પેપરલેસ સિસ્ટમ કેટલી કારગત નીવડશે તે જોવાનું રહેશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular