Wednesday, December 11, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદમાં થયેલી 31 લાખના લૂંટના પ્રકરણમાં 2 આરોપી ઝડપાયા, મોજશોખ માટે કરતાં...

અમદાવાદમાં થયેલી 31 લાખના લૂંટના પ્રકરણમાં 2 આરોપી ઝડપાયા, મોજશોખ માટે કરતાં હતા લૂંટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે, કેમ કે જાહેરમાં હત્યા, લૂટ અને મારમારી જેવા ઘટનાઓ કંઈક અંશે વઘી રહી હોય તેવું શહેરીજનોને લાગી રહ્યું છે. તેવામાં એક દિવસ અગાઉ એલીસબ્રિજ પાસેના વિસ્તારમાં નેશનલ હેન્ડલુમનો એકાઉન્ટન્ટ અને તેનો એક સહ કર્મચારી 31 લાખની રકમ લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા બે વ્યક્તિ જાહેરમાં લૂટ (Loot) કરતાં ચકચાર મચી ગઈ હતી. જોકે પોલીસે (Ahmedabad Police) આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. જે મામલે પોલીસ તપાસમાં આરોપીનો લૂંટનો હેતું સામે આવ્યો છે.

ઘટનાની વિગતો અનુસાર, નેશનલ હેન્ડલૂમમાં 13 વર્ષથી એકાઉન્ટ ઓફિસર તરીકે કામ કરતા રોહિત ચૌધરી 28મી નવેમ્બરના રોજ સવારના સમયે 5 બ્રાંચની આવકના 31 લાખની રોકડ લઈ એક્ટિવા પર તેની સાથે કામ કરનાર રોહીત સાથે એલિસબ્રિજ પાસેની SBI બેંકમાં પૈસા જમાં કરવા જઈ રહ્યા હતા. તે સમયે માદલપુર ગરનાળા પાસે એક બાઈક પર પહેલાથી હાજર આરોપી ભરત ગોયલ અને મહાવીરસિંહ દિયાએ તેમની એક્ટિવા રોકીને છરી વડે હુમલો કરીને રોકડ ભરેલી બેંગ લૂંટી બન્ને આરોપી બાઈક મૂકીને ગુજરાત કોલેજ તરફ ભાગ્યા હતા. જે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇન્દર રેસિડેન્સી હોટલના કંપાઉન્ડમાંથી બંને આરોપીઓને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

આ મામલે પોલીસ તપાસમાં બન્ને આરોપીએ મોજશોખ પુરો કરવા લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી ભરત અને મહાવીર બન્ને મૂળ રાજસ્થાનનાં રહેવાસી છે. આરોપી ભરત બોપલમાં હાઇટેક સિક્યુરિટી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને 2014થી અમદાવાદમાં રહે છે. જ્યારે મહાવીર છ મહિના પહેલા જ અમદાવાદમાં આવ્યો હતો. બન્ને એક જ ગામના હોવાથી મોટી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે આ ગુનામાં વપરાયેલી બાઈક પણ ચોરીની હોવાની હકીકત તપાસમાં ખુલી છે. હાલ આરોપીઓ અગાઉ કોઈ ગુના આચરી ચુક્યા છે કે, કેમ તેમજ અન્ય કોઈ ગુનામા સામેલ છે કે નહીં તે દિશામાં એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી વઘુ તપાસ હાથ ઘરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular