નવજીવન ન્યૂઝ. પાલી(રાજસ્થાન): જ્યારે પણ કોઈ જગ્યાએ હત્યા જેવી ઘટના આકાર લે છે, ત્યારે હત્યા માટે જવાબદાર કારણો અને પરિબળોની વાત કરવામાં આવે ત્યારે ઘણીવાર હત્યા માટે એવું પરિબળ પણ સામે આવે છે, જે સાંભળીને પણ હચમચી જવાય છે. એમાં પણ જ્યારે પિતા જ પુત્રીને મોતને ઘાટ ઉતારે ત્યારે દીકરી વહાલનો દરિયો જેવી વાતો હાસ્યાસ્પદ લાગે છે. એવામાં રાજસ્થાનના પાલીમાં પિતાએ જ દીકરીની ક્રૂર હત્યા કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનમાં આવેલા પાલીમાં રહેતી નિરમાદેવી નામની મહિલાના લગ્ન 12 વર્ષ અગાઉ કચ્છના ગાંધીધામ ખાતે કરવામાં આવ્યા હતા. નિરમાદેવી તેના પતિ સાથે ગાંધીધામ રહેતી હતી. નિરમાદેવીના પિતા શિવલાલને કોઈ બાબતે તેમની પત્ની સાથે અણબનાવ થયો હતો અને તેના કારણે શિવલાલની પત્ની તેમનાથી અલગ રહેતી હતી. પણ પતિ પત્ની વચ્ચેના અણબનાવ બાબતે ખાસ વાત એ છે કે, શિવલાલની પત્ની તેમની દીકરી નિરમાદેવીના કારણે અલગ રહે છે તેવું શિવલાલ માનતો હતો અને તેના કારણે શિવલાલે તેની દીકરી નિરમાદેવીની હત્યા કરવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. એવામાં પાલી ખાતે કોઈ સબંધીના ઘરે લગ્નપ્રસંગ હોવાથી નિરમાદેવી ગાંધીધામથી પાલી ખાતે લગ્નપ્રસંગમાં હાજરી આવ્યા હતા. પાલી આવેલી નિરમાદેવી શિવલાલ અને તેની નાની બહેનને મળ્યા હતા.
શિવલાલ તેની નાની દીકરી માટે મુરતિયો જોવાના બહાને નિરમાદેવીને બાઈક પર બેસાડી જંગલમાં લઈ ગયો હતો. જંગલમાં લઈ જઈ શિવલાલે નિરમાદેવીના ગાળા પર છરી ફેરવી દીધી હતી. શિવલાલે હત્યા બાબતે પુરાવાનો નાશ કરવા નિરમાદેવીની લાશને સળગાવી દીધી હતી. દીકરીની હત્યા કરીને શિવલાલ નાની દીકરીના ઘરે આવ્યો હતો અને તેના લોહીવાળા હાથ ધોઈ રહયો હતો ત્યારે નાની દીકરી જોઈ ગઈ હતી અને તેની મોટી બહેન ક્યાં છે તે બાબતે પૂછતાં શિવલાલ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. શિવલાલ ભાગી જતાં નાની દીકરીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેના કારણે આજુબાજુના લોકો ભેગા ભેગા થઈ ગયા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે પોલીસે તપાસ કરતાં જંગલમાંથી નિરમાદેવીની અર્ધબળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાઈ આપ્યો હતો અને આરોપી શિવલાલ સામે હત્યા મુજબની ફરિયાદ નોંધી શિવલાલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796