નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે દરેક પક્ષ વચનોની વણઝાર ફેલાવતા હતા. ખેડૂતો માટે, બેરોજગારો માટે અને વેપારીઓ માટે અનેક વાયદાઓ આપી ચૂંટણીમાં મત મેળવતા નેતા સૌએ જોયા હશે. ત્યારે ભાજપના(BJP Gujarat) ખેડૂતોને આપેલા વચનો યાદ કરવતા કોંગ્રેસના(Congress) ધારાસભ્ય કિરીટ પટેલે(MLA Kirit Patel) પત્ર લખ્યો છે. કિરીટ પટેલે પત્રમાં ખેડૂતો માટે દિવસે વીજળી આપવાની માગ કરતા સરકારને સૂર્યોદય યોજનાના(Kisan Suryoday Yojana) વચન યાદ કરાવ્યા છે.
રાજ્યમાં ખેડૂતોને રાત ઉજાગરા ન કરવા પડે માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવાની સરકારે વાત કરી હતી. આ યોજના હોવા છતાં પાટણ તેમજ સરસ્વતી પંથકના ગામડામાં લાગુ કરી અડધી રાત્રે વીજળી આપવામાં આવતા ખેડૂતો પરેશાન થયા છે. શિયાળાની હાડ થીજાવી દે તેવી ઠંડીમાં ખેડૂતોને રાત્રિના પિયત માટે ઉજાગરા કરવા પડે છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સરકારના કાન આમળી ચૂંટણી સમયના વચનની યાદ અપાવી છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે માગણી કરી છે.
કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત સૌ પ્રથમ પાટણ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે પાટણ જિલ્લા અને તાલુકામાં ખેતીવાડીના ફિડરમાં રાત્રે વીજળી સપ્લાઈ કરવામાં આવે છે. જેમાં ચાર ગ્રુપ પાડી રાત્રીના 12 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી થ્રી ફેઈઝ વીજળી આપવામાં આવે છે જ્યારે એક ફીડરમાં રાત્રીના 10થી 4 વાગ્યા સુધી વીજળી આપવામાં આવે છે. જેના કારણે શિયાળાની કડકડતી ઠંડીમાં ખેડૂતોને રાત્રીના કારણે પિયત માટે ઉજાગરો કરવો પડ છે. વળી વિધવા મહિલા ખેડૂતોની તો આ સ્થિતીમાં હાલત જ કફોડી થઈ જાય છે. આ બાબતોને ધ્યાને રાખી કિરીટ પટેલે ખેડૂતોને દિવસે વીજળી મળે તેવી માગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના ખેડૂતો દ્વારા વર્ષોથી દિવસે વીજળી માટે માગણી કરવામાં આવી રહી છે. ત્યારે સરકાર માત્ર આશ્વાસન આપી ખેડૂતોને કોણીએ ગોળ લગાવી વચન આપી રહી છે. એવામાં ગત ચૂંટણીમાં પણ ભાજપે ખેડૂતોની દરકાર લેવાની વાત કરી હતી. પરંતુ સ્થિતી હજૂ ઠેરની ઠેર હોય તેમ જણાય છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








