Thursday, June 4, 2026
HomeGujaratસરકારી કચેરીમાં કલેકટરની બર્થ ડે પાર્ટી મામલે મુખ્યમંત્રીને ફરિયાદ, જાગૃત નાગરિકે ઉઠાવ્યો...

સરકારી કચેરીમાં કલેકટરની બર્થ ડે પાર્ટી મામલે મુખ્યમંત્રીને ફરિયાદ, જાગૃત નાગરિકે ઉઠાવ્યો મુદ્દો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગરના ગારીયાધારમાં મામલતદાર કચેરીને પાર્ટી પ્લોટની જેમ સજાવી કલેકટરનો જન્મદિવસ ઉજવાતા વિવાદ સર્જાયો છે. ત્યારે આ મામલે જાગૃત નાગરિક રસીક ચાવડા દ્વારા મુખ્યમંત્રીને ફરિયાદ કરી કાર્યવાહીની માગણી કરી છે.

ગત 13 જાન્યુઆરીના રોજ ભાવનગર જિલ્લા કલેકટર (Bhavnagar Collector) ડી.કે. પારેખના Bhavnagar Collector D.K. Parekh Birthday જન્મદિવસ પર ગારીયાધાર મામલતદારે સરકારી કચેરીમાં ઉજવણી કરી હતી. આ ઉજવણી દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ હાજર જોવા મળ્યા હતા. જેમાં કલેકટરની હાજરીમાં વિધવા સહાય માટેના પ્રમાણપત્રો પણ મોટી સંખ્યામાં વિધવા મહિલાઓને એકત્રિત કરી વિતરણ કરવામાં આવ્યા હતા. સરકારી કચેરીમાં બર્થડે પાર્ટી જેવા ખાનગી કાર્યક્રમના કારણે કલેકટર ડી.કે.પારેખ, મામલતદાર લાવડીયા, અને ધારાસભ્ય સુધીર વાઘાણી સવાલોથી ઘેરાયા હતા. ત્યારે સમગ્ર મામલે જાગૃત નાગરિક રસીક ચાવડાએ મુખ્યમંત્રીને પત્રલખી કાર્યવાહીની માગણી કરતા મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

- Advertisement -

આ પણ વાંચો: કલેકટરની બર્થડે પાર્ટી ? મામલતદારે વહાલા થવા સરકારી કચેરીમાં ખાસ ધારાસભ્યની હાજરીમાં યોજી પાર્ટી: ભાવનગર

રસીક ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે, મામલતદાર કચેરીમાં ચેમ્બર ફુગ્ગાઓ અને હેપ્પી બર્થ ડેના બલુનથી શણગારવામાં આવી હતી. સાથે જ કેક કાપવાની વ્યવસ્થા પણ કચેરીમાં જ કરવામાં આવી હતી અને કલેકટરનો જન્મદિવસ ઉજવવા મામલતદાર લાવડીયાએ આ તમામ વ્યવસ્થા કરી હતી. જ્યારે સરકારી કચેરી જાહેર મિલકત કહેવાય અને તનો ઉપયોગ મામલતદાર પાર્ટી પ્લોટની જેમ બર્થ ડે પાર્ટી ઉજવવા કરે છે તો તેમના વિરૂધ્ધ કાર્યવાહી થવી જોઈએ. ઉપરાતં તેમણે જણાવ્યું હતું કે, આ બંને અધિકારી સામે ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1971 મુજબ કાર્યવાહી કરવામાં આવે અને આ બંને સામે નમુનારૂપ કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને અન્ય અધિકારી પણ આમાંથી શીખ મેળવે અને નિયમોનું પાલન કરે.

જાહેરમાં બર્થ ડે પાર્ટી કરતા યુવાનો વિરૂધ્ધ થતી પોલીસ કાર્યવાહીને પણ ટાંકતા ચાવડાએ જણાવ્યું છે કે, જો પોલીસ યુવાનો વિરૂધ્ધ કાર્યવાહી કરતી હોય તો ઉચ્ચ અધિકારીઓ સામે પણ ઉદાહરણરૂપ કાર્યવાહી કરવી જોઈએ જેથી ફરી કોઈ અધિકારી આવી ભૂલ ન કરે.

- Advertisement -

(માહિતી: ધર્મેશ જેઠવા, ગારીયાધાર)

Tag: Collector’s Birthday Party in Bhavnagar

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular