નવજીવન ન્યૂઝ. ઉના: વિસ્તારની હદ બાબતે ગુજરાત સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચે વિસ્તારને લઈ વિવાદ ચાલતો હોય, ત્યારે સ્વાભાવિક રીતે જ જે તે વિસ્તારમાં વસતા લોકો માટે મોટી મુશ્કેલી ઉભી થતી હોય છે. વિવાદને લઈને ભોગવવાનું લોકોને જ આવતું હોય છે. ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વિસ્તારના મુદ્દા અંગે ચાલી રહેલી ખેંચાખેંચમાં સિમરના માંછીમારોને ઘરવિહોણા થવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ઉનામાં આવેલા સિમર બંદરના માંછીમારોની મુશ્કેલીમાં વધારો થયો છે. મુઘલો, અંગ્રેજો અને પોર્ટુગીઝોના સમયથી ઉનાનું સિમર બંદર પોતાનું એક અલગ અસ્તિત્વ ધરાવે છે. સિમર બંદર પર વસેલા 2500થી વધુ માછીમારો માછીમારી દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. માછીમારો માટે માછીમારી જ એકમાત્ર આર્થિક ઉપાર્જન માટેનો સ્ત્રોત છે, ત્યારે કેન્દ્ર શાસિત દીવની અમુક જમીન વર્ષોથી સિમર બંદરમાં આવેલી છે. અહિયાં વસવાટ કરતાં લોકો દીવનું નાગરિકત્વ ધરાવતા હતા અને દીવના નાગરિકને મળતી તમામ સુવિધાઓ મેળવવા માટેના હકદાર હતા. ત્યારે અચાનક આ માછીમારોના નામ દીવમાંથી કમી કરી નાખવામાં આવ્યા હતા. દીવમાંથી નામ કરી નાખવાની સાથે જ માત્ર બે દિવસામાં માછીમારો માટે રહેવાની અન્ય વ્યવસ્થા કર્યા વગર માછીમારોના ઘર પર બિલડોઝર ફેરવી નાખવામાં આવ્યા હતા. જેના કારણે માછીમારો બેઘર બની ગયા હતા.
બેઘર થયેલા સિમર બંદરના માછીમારો ગુજરાતનાં સિંચાઈ વિભાગની જમીન પર આશરો લઈ રહ્યા હતા, ત્યારે સિંચાઈ વિભાગે પણ માછીમારોને આ જગ્યા ખાલી કરવા માત્ર બે દિવસનો સમય આપ્યો છે. ત્યારે 2500 થી વધુ લોકો જે પહેલેથી જ બેઘર જેવી સ્થિતિમાં રહે તે લોકો માટે ના ઘરના ના ઘાટના જેવી સ્થિતિ ઊભી થઈ છે. સૌનો સાથ સૌનો વિકાસની સરકારની ગુલાબાંગો વચ્ચે ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે માછીમારો માટે રહેઠાણની વ્યવસ્થા કરવાની જવાબદારી અને ફરજ નથી?
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796