Friday, December 1, 2023
HomeNationalએશિયા કપની સફળ સમાપ્તિ ગ્રાઉન્ડ સ્ટાફને આભારી, સિરાજે મેન ઓફ ધ મેચની...

એશિયા કપની સફળ સમાપ્તિ ગ્રાઉન્ડ સ્ટાફને આભારી, સિરાજે મેન ઓફ ધ મેચની 4 લાખની રકમ અર્પણ કરી ગ્રાઉન્ડ સ્ટાફને

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પ્રેમાદાસ(શ્રીલંકા): કોઈપણ દેશ સાથેની દ્વીપક્ષીય સિરીઝ હોય, એશિયા કપની ટુર્નામેન્ટ હોય કે પછી વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટ હોય મેદાન પર પોતાનો જલવો બતાવનાર ખેલાડી જ સ્ટાર તરીકે ઉભરી આવે છે, પરંતુ ટુર્નામેન્ટને સફળતાપૂર્વક પાર પાડવામાં ઉપરથી નીચે નહીં પરંતુ નીચેથી ઉપર તરફના દરેક વ્યક્તિની જહેમત જવાબદાર હોય છે. જ્યારે મેચનું આયોજન કરવામાં આવે છે ત્યારે ખેલાડીઓના પ્રદર્શન, મેનેજમેન્ટ સિવાય બીજા પણ કેટલાક એવા પાસાં હોય છે જેને અવગણી શકાય નહીં. મેદાન પર કામ કરનારા ગ્રાઉન્ડ સ્ટાફ હાથ ઊંચા કરી નાખે અથવા લાપરવાહી રાખે તો? એ જ ગ્રાઉન્ડ સ્ટાફ જ્યારે પોતાની પ્રામાણિકતાથી જવાબદારીપૂર્વક પોતાની ફરજ બજાવે છે, ત્યારે ગ્રાઉન્ડ સ્ટાફ તરફ કોઈની નજર પહોંચે છે ખરી? જવાબ છે હા. એક નવો ખેલાડી જેને ભારતી ટીમ માટે ભવિષ્યનો સ્ટાર માનવામાં આવે છે તેવા મોહમ્મદ સિરાજની નજર આ ગ્રાઉન્ડ સ્ટાફની મહેનત પર પડે છે. સિરાજે દાખવેલી ઉદારતા ખરેખર તેને “મોટા ખેલાડી” તરીકે સ્થાપિત કરે તેવી વાત સામે આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, શ્રીલંકામાં રમાઈ રહેલા એશિયા કપમાં પ્રેમદાસ સ્ટેડિયમ ખાતે ગઈ કાલે ફાઈનલ મેચ રમાઈ હતી. ફાઈનલમાં ભારત અને શ્રીલંકા આમને સામને હતા. ફાઈનલમાં ભારત તરફથી તરખાટ મચાવનાર સિરાજે 6 વિકેટ ઝડપી હતી. સિરાજના ધમાકેદાર પ્રદર્શનથી ભારતે 10 વિકેટે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો હતો. 263 બોલ બાકી હતા ત્યારે જ ભારતે વિજય પ્રાપ્ત કરી મેચ ખતમ કરી નાખી હતી. વાત માત્ર ભારતના ઐતિહાસિક વિજયની જ નથી, પણ મેચ માટે સખત મહેનત કરનાર ગ્રાઉન્ડ સ્ટાફની મહેનતને બિરદાવનાર મોહમ્મદ સિરાજની છે. સિરાજે મેચ બાદ જે કર્યું તે જ રમતને મહાનતા પ્રદાન કરી શકે છે.

- Advertisement -

મેચ બાદ સિરાજે સતત વરસાદી વાતાવરણ વચ્ચે મહેનત કરી રહેલા ગ્રાઉન્ડ સ્ટાફને મેચને સફળ બનાવવાનો શ્રેય આપ્યો હતો. સાથે જ પોતાને મેન ઓફ ધ મેચ માટે મળેલ 4 લાખની રકમ પણ ગ્રાઉન્ડ સ્ટાફને એનાયત કરી હતી. સિરાજે જણાવ્યું હતું કે, સતત વરસાદ વચ્ચે ગ્રાઉન્ડ સ્ટાફની મહેનતને કારણે જ એશિયા કપની ફાઇનલ સફળ રીતે પૂર્ણ કરી શકાઈ છે. ગ્રાઉન્ડ સ્ટાફને પણ તેમની મહેનતનો શ્રેય આપવો જોઈએ. સિરાજે ગ્રાઉન્ડ સ્ટાફ માટે દાખવેલી ઉદારતા બીજા ખેલાડીઓ તથા મેનેજમેન્ટ માટે પણ ઉદાહરણ છે. BCCIના સચિવ જય શાહે પણ પીચ ક્યૂરેટર્સ અને ગ્રાઉન્ડ સ્ટાફને 42 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular