નવજીવન ન્યૂઝ.જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જીલ્લામાં કોંકરનાગ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે હિંસક અઠડામણ ચાલી રહી છે ત્યારે સુરક્ષાદળોએ આ અથડામણમાં વધુ બે આતંકીઓને ઠાર કરી સર્ચ ઓપરેશન અંતિમ તબક્કામાં પહોંચાડયું હોવાના અહેવાલ મળી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જીલ્લામાં આવેલા કોંકરનાગના પહાડી વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી સુરક્ષાદળોને મળતાં સુરક્ષાદળો દ્વારા આતંકવાદીઓનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. શનિવારે વહેલી સવારે સુરક્ષા દાળ દ્વારા પહાડી વિસ્તારમાં શરૂ કરાયેલા સર્ચ ઓપરેશનમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓની ઘણી બધી ચોંકીઓ બોંબથી ઉડાવી દીધી હતી. આતંકીઓએ પણ સુરક્ષાદળો પર વળતો હુમલો કર્યો હતો પરંતુ, ભારતીય સેના અને જમ્મુ કાશ્મીરની સંયુક્ત ટીમ દ્વારા બે આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. પહાડી વિસ્તારમાં છુપાયેલા આતંકીઓની શોધ કરવા સુરક્ષાદળો દ્વારા ડ્રોન તેમજ હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. સુરક્ષાદળોને મળતી માહિતી મુજબ લશ્કર કમાન્ડર ઉઝૈર ખાન અન્ય એક આતંકવાદી સાથે અહીં છુપાયેલો છે.
ઉલ્લેખનીય છે કે. છેલ્લા ત્રણ ચાર દિવસથી શરૂ થયેલા આ સર્ચ ઓપરેશનમાં આતંકીઓ સાથેની અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનક અને ડીએસપી હુમાયુ ભટ્ટ જેવા અધિકારીઓ શહીદ થયા હતા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796