Thursday, June 25, 2026
HomeGeneralઉનામાં ધોળા દિવસે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, કુખ્યાત રઘુ ઉર્ફે રોકડા સહિત...

ઉનામાં ધોળા દિવસે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, કુખ્યાત રઘુ ઉર્ફે રોકડા સહિત 4 ઝબ્બે: ગીર સોમનાથ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઉના: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉનામાં ગત ગુરૂવારના રોજ રૂપિયા 4 લાખ 35 હજારની લૂંટની ઘટના (Una Loot Case) સામે આવી હતી. ધોળા દિવસે જાહેરમાં લૂંટની (Robbery )ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે ઉના પોલીસે (Una Police) ગતરોજ શુક્રવારે ગણતરીની કલાકોમાં ત્રણ 4 આરોપીની ધરપકડ કરી છે.

ઘટનાની વિગત એવી છે કે ગત ગુરુવારના રોજ ગીર સોમનાથ જિલ્લાના દ્રોણ ગામના વતની મહેન્દ્રભાઈ તૈલી ઉનાની એક્સીસ બેંક (Axis Bank) માંથી પૈસા લઈ દ્રોણ ગામ જઈ રહ્યા હતા. દરમિયાન ઉનાના ગીર ગઢડા રોડ પર અચાનક જ બાઈક સવાર લૂંટારાઓ ઘસી આવ્યા હતા. લૂંટના આરોપીઓએ મહેન્દ્રભાઈ તૈલીના બાઈક પર લાત મારી પછાડી દીધા હતા અને બાદમાં તેમની પાસે રહેલા રૂપિયા 4 લાખ 35 હજાર લૂંટી રફૂચક્કર થયા હતા. ઘટનાની જાણ થતા જ ઉના પોલીસ તેમજ ગીર સોમનાથ એસ.ઓ.જી. અને એલ.સી.બી.ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જે મામલે તપાસ હાથ ધરતા પોલીસને કેટલાક સી.સી.ટી.વી. ફૂટેજ મળતા લૂંટનો ભેદ ઉકેલાયો હતો.

- Advertisement -
આ પણ વાંચો: ઉનામાં વેપારીને લાત મારી બાઈક સવારોએ રૂપિયા 5 લાખની લૂંટ ચલાવી, પોલીસ કાફલો ઘટના સ્થળે

આ મામલે ઉના પોલીસે ગતરોજ ગુરૂવારે 4 આરોપીની ધરપકડ કરી હતી. સાથે જ આરોપીઓએ લૂંટેલી મત્તા 4 લાખ 35 હજાર પણ કબ્જે કરવામાં પોલીસ સફળ થઈ હતી. ઉના પોલીસે લૂંટની આ ઘટના મામલે કુખ્યાત આરોપી રઘુ ઉર્ફે રોકડા રવિ બાંભણિયા, સુજલ રવિ બાંભણિયા સહિત બે સગીર વયના આરોપીની ધરપકડ કરી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular