નવજીવન ન્યૂઝ. ઉના: રાજ્યમાં લૂંટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ અમદાવાદ-સાયલા હાઈવે પરથી 990 કિલોથી વધારે ચાંદીની લૂંટનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે હવે ગીર સોમનાથના ઉનામાં વેપારી પાસેથી રૂપિયા 5 લાખી લૂંટ ચલાવી આરોપી ફરાર થયાની ઘટના સામે આવી છે. જાહેર રસ્તા પરથી લૂંટની ઘટના સામે આવતા સ્થાનિક પોલીસ સહિત એલ.સી.બી., એસ.ઓ.જી.ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
મળતી વિગતો અનુસાર ઉનાના દ્રોણ ગામના વેપારી મનોજભાઈ તૈલીને અજાણ્યા બાઈક સવારોએ લાત મારી પછાડી દઈ રૂપિયા 5 લાખી લૂંટ ચલાવી હતી. આ લૂંટની ઘટના ત્યારે બની જ્યારે બપોરના સમયે મનોજભાઈ એક્સિસ બેંક ઉના બ્રાન્ચ ખાતેથી પૈસા ઉઠાવી પરત પોતાના ગામ દ્રોણ જઈ રહ્યા હતા. દ્રોણ જતા સમયે તેઓ ઉનાથી બહાર દોઢ કિલોમીટર જેટલા દૂર પહોંચ્યા ત્યારે બે અજાણ્યા શખ્સો આવી ચઢ્યા હતા. બંને શખ્સોએ બાઈક પર જઈ રહેલા મનુભાઈને લાત મારતા તેઓ જમીન પર પટકાયા હતા. મનોજભાઈ જમીન પર પટકાતાની સાથે જ તેમની પાસે રૂપિયા 5 લાખ ભરેલો થેલો લઈ આરોપઓ રફુ ચક્કર થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ પોલીસને થતા જ ઉના પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. દરમિયાન મામલો ગંભીર જણાતા ગીર સોમનાથ એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી. હાલ મળતી વિગતો મુજબ પોલીસ આરોપી સુધી પહોંચવા સી.સી.ટી.વી. કેમેરાના સહારે તપાસ ચલાવી રહી છે. સાથે જ પોલીસે બાતમીદારોને એક્ટિવક કરી આરોપીઓના સગળ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઉનામાં અંદાજે દોઢ વર્ષ પૂર્વે બસ સ્ટેશન પાસેથી આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 60 લાખની લૂંટ ચલાવવામા આવી હતી. આ લૂંટમાં સંડોવાયેલો મુખ્ય આરોપી હિંમતનગરના મૌલિકસિંહ સુધી પોલીસ આજ સુધી પહોંચી શકી નથી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








