Bengaluru sensational murder case solved : બેંગલુરુમાં એક કેબ ડ્રાઇવરે તેની પત્ની, સાળાઓ, સાળાઓની પત્ની, સાસુ અને બાળક સહિત 7 લોકોની હત્યા કરી હોવાનો ખુલાસો (Accused who murdered 7 relatives including his wife was exposed) પોલીસ તપાસમાં થયો છે. સામૂહિક હત્યાને અંજામ આપ્યા બાદ કેબ ડ્રાઇવર ચંદ્રશેખર કારમાં જ લાશો ભરેલી બોરીઓ લઈને ફરતો રહ્યો હતો. પોલીસ ધરપકડથી બચવા માટે આ હત્યારાએ મૃતક સાળાના 10 વર્ષીય પુત્ર થકી ખોટા વોઇસ મેસેજ બનાવી મોબાઈલ ફોન પર લોકોને મોકલી આપ્યા હતા. બાળકને કહેવામાં આવ્યું હતું કે તે સંબંધીઓને કહે કે તેના માતાપિતા તીર્થયાત્રા પર છે અને પછી તે ઉત્તર ભારતના ત્રણ મહિનાના પ્રવાસે નીકળ્યો હતો.
કેબ ડ્રાઇવર ચંદ્રશેખરે તેની પત્ની સુનિતાની હત્યા કર્યાના બીજા દિવસે તેના સાળા શિવકુમાર અને શંકરને દારૂ પીવાના બહાને તેના ઘરે બોલાવ્યા અને તેમની તેમજ તેમની પત્નીઓની, સાસુ તેમજ શંકરના 7 વર્ષીય પુત્રની હત્યા કરી દીધી હતી. હત્યારા ઇન્દુશેખર મૃતક શંકરના 10 વર્ષના પુત્રને પાંચ દિવસ સુધી ખોટા વોઇસ મેસેજ બનાવવા માટે મજબૂર કર્યો હતો. જેથી કોઈને પણ હત્યાનો અંદાજ ન આવે. બાળકના નિવેદન અનુસાર તેના પિતા એકાદ સપ્તાહ અગાઉ સવારે ગુમ થઈ ગયા હતા અને તેની માતા પણ બપોર સુધીમાં ગુમ થઈ ગઈ હતી. તે સાંજે ઇન્દુશેખર તેને લેવા આવ્યો અને કહ્યું કે તેઓ તીર્થયાત્રા પર જઈ રહ્યા છે.
હત્યા કેસમાં બેંગલુરુ પોલીસે (Bengaluru Police) જણાવ્યું હતું કે બાળકે ઇન્દુશેખર પર વિશ્વાસ કર્યો હતો કારણ કે તે એક પરિચિત વ્યક્તિ હતો અને પરિવાર સાથે તેના સારા સંબંધો હતા. બાળકે પોલીસને જણાવ્યું હતું કે ઇન્દુશેખર તેને તેના સંબંધીઓ સાથે સીધી વાત કરવા દેતો ન હતો. તેણે જ બાળકને વોઇસ મેસેજ રેકોર્ડ કરાવ્યા હતા. બાળકે એમ પણ કહ્યું કે તે સમયે ઇન્દુશેખરની કારમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. તેણે કારમાં બે કે ત્રણ ભારે બોરીઓ જોઈ અને આરોપીને ગંધ વિશે પૂછ્યું. ઇન્દુશેખરે તેના પ્રશ્નો ટાળતા કહ્યું કે પાછળ કચરો અથવા નકામી વસ્તુ છે. જ્યારે તેણે બોરીઓની અંદર જોવાનો પ્રયાસ કર્યો ત્યારે ઇન્દુશેખરે તેને ઠપકો આપ્યો આપી તેની પાસે નહીં જવા ચેતવણી આપી હતી. બાદમાં ઇન્દુશેખરે તેની કાર નંદી હિલ્સ તરફ લઈ જઈ બોરીઓ ત્યાં ફેંકી દીધી હતી.








