નવજીવન ન્યૂઝ. અમદાવાદ : Ahmedabad News: ગુજરાતના પૂર્વ આઈ.પી.એસ. પોલીસ અધિકારી (Former IPS officer) ને દુષ્કર્મના કેસમાં બદનામ (Gujarat Former IPS Defamation Case) કરીને પૈસા પડાવવાના કેસમાં અમદાવાદ મહિલા પોલીસે (Ahmedabad Police) આરોપી ઈસ્માઈલ મલેક (Ismail Malek) ની ધરપકડ કરી છે. આ બનાવમાં ચાંદખેડા પોલીસે ગુનો નોંઘીને મહિલા પોલીસને તપાસ સોંપી હતી. જેમાં મહિલા પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં આરોપી વિરૂદ્ધ આઈપીસી કલમ 376, 365, 366 અને 34 મુજબ ગુનો નોંધાયો હતો.
પ્રાથમિક વિગતો મુજબ, રાજ્યના પૂર્વ IPS અધિકારીને બદનામ કરી પૈસા પડાવવાના કેસમાં અગાઉ ગુજરાત ATSએ 5 લોકોની ધરપકડ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી. પરંતુ ખળભળાટ ત્યારે મચી ગયો જ્યારે આ 5 આરોપીમાંથી 2 આરોપી પત્રકાર હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત આ કેસમાં ભાજપના OBC નેતા જી.કે. પ્રજાપતિ ષડયંત્રના મુખ્ય સૂત્રધાર હોવાનું ખૂલ્યુ હતું. સ્થાનિક ભાજપના નેતા અને પત્રકારોએ મળીને અધિકારીએ એક મહિલા સાથે ખોટું કામ કર્યું હોવાનું ખોટું સોગંદનામું કરાવવાનું ષડયંત્ર રચ્યું હતું. આ સાથે એફિડેવિટ વાયરલ કરવા માટે બે પત્રકારોએ પાંચ લાખ રૂપિયાની સોપારી લીધી હતી અને અખબારમાં પ્રકાશિત કરવા માટે બ્લેકમેલ કરીને પૈસા પડાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું.
પૂર્વ IPSને બ્લેકમેઈલ કરીને પૈસા પડાવવા એક મહિલા પાસે દુષ્કર્મની ખોટુ એફિડેવિટ બનાવડાવ્યું હતી. ઇસ્માઇલ મલેક નામનો વ્યક્તિ મહિલાને ચાંદખેડા લઇ ગયો હતો. આ આરોપીએ પોલીસ અધિકારીના નામે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને મહિલા પોલીસને આ તપાસ સોંપી હતી. ત્યારે આજે મહિલા પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપીની ધરપકડ કરી છે. પૂર્વ IPS અધિકારી પાસેથી 8 કરોડ રૂપિયા પડાવવા માટે આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કેસમાં અગાઉ ગુજરાત ATS દ્વારા પાંચ આરોપીઓની ધરપરડ કરવામાં આવી હતી.
આ બાબતે નવજીવન ન્યૂઝે (Navajivan News) મહિલા પોલીસના હિમાલા જોષી સાથે સંપર્ક કરતા તેઓ જણાવે છે કે, આ મામલે ચાંદખેડ પોલીસ સ્ટેશનથી ફરિયાદની તપાસ મહિલા પોલીસને ટ્રાન્ફર કરવામાં આવતા આજરોજ આરોપી ઈસ્માઈલની ટ્રાન્સફર વોરંટને આધારે ધરપકડ કરવામાં આવી છે. જોકે આ મામલે હાલ વધારે તપાસ ચાલી રહી હોવાના કારણે બનાવના સ્થળ ચાંદખેડના બંગલાના માલિક કોણ છે તે અંગેની માહિતી તેઓએ આપી ન હતીં.
આ પણ વાંચો: ગુજરાત ATSનો ઘટસ્ફોટ, પૂર્વ IPSને બળાત્કારમાં ફસાવવાનું હતું કાવતરું
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








