નવજીનવ ન્યૂઝ. વેરાવળ: ગીર સોમનાથ S.O.G. ઇન્ચાર્જ PI એ.બી.જાડેજા તથા L.C.B. PI એ.એસ.ચાવડા સા. તથા પ્રભાસ પાટણ PI એસ.પી.ગોહીલ તથા SOG ની ટીમ ગીર સોમનાથ જીલ્લામાં ગેરકાયદેસર કેફી માદક પદાર્થનું વેચાણ કરતા ઇસમોને શોધી કાઢવા પ્રયત્નશીલ હતી. દરમિયાન ગતરોજ રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન માહિતી મળી હતી કે, બે શખ્સોના કબ્જામાં એમડી ડ્રગ છે. આ મામલે પોલીસે સક્રીય થઈ આરોપી સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન બંને આરોપીઓ ડ્રગના જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા.
મળતી વિગતો મુજબ, ગતરાત્રીના ગીર સોમનાથ SOGની ટીમે બાતમીના આધારે વેરાવળ જૂનાગઢ હાઈવે પર આવેલી મહાકાળી હોટલ પાસેથી બે એક્ટિીવા સવાર શખ્સોને અટકાવ્યા હતા. બંને શખ્સોની અને વાહનની તલાસી લેતા પોલીસને એમડી ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે આરોપી સબીર ઇકબાલ જમાદાર, પટણી, ઉવ.૪૦ રહે.અજમેરી સોસાયટી, વેરાવળ અને ઉબેદ ઇરફાન સોરઠીયા, મેમણ, ઉવ.૨૬, રહે.સંજરી પાર્ક, બજાજ કોલોની, અક્ષા મસ્જીદની બાજુમાં, વેરાવળની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ ડ્રગનો જથ્થો મુંબઈના અબુબકર અમીર હુસેનશા પાસેથી લાવ્યા હતા.
પોલીસને આરોપીઓ પાસેથી 57.30 ગ્રામ ડ્રગ જેની કિંમત આશરે રૂ. 5,73,500 ગણી કબ્જે લીધું છે. ઉપરાંત આરોપીઓ પાસેથી ઈલેક્ટ્રોનિક વજન કાંટો પણ મળી આવ્યો છે. આમ કુલ મળી 6 લાખ કરતા વધારેનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. આ મામલે પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પ્રભાસપાટણ પોલીસને સોંપવામાં આવી છે.
(માહિતી: પરાગ સંગતાણી. વેરાવળ)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796