નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ના પરિણામ પર સૌ કોઈની નજર છે. ત્યારે એક્ઝિટ પોલના આંકડાઓને લઈ ભારે ચર્ચાઓ ચાલી રહી છે. દરમિયાન દરેક પક્ષ પોતાની જીતની વાતો કરી રહ્યાં છે. ત્યારે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ તો જીત નિશ્ચિત હોવાની પણ વાત કરી હતી અને આમ આદમી પાર્ટીની સરકારની પણ વાતો કરી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સૂર હવે બદલાતા જણાતા વાસ્તવિક સ્થિતિ સ્વિકારતા થયા હોય તેમ જણાય છે.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર મતદાન થયું અને 1621 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે. ત્યારે આમ આદમી પાર્ટી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે જ સરકાર બનાવશે તેવો દાવો કરી રહી હતી. એવામાં એક્ઝિટ પોલના આંકડા તદ્દન વિપરીત આવ્યા અને ફરીથી ભાજપ મોટી બહુમતી સાથે સરકાર બનાવે તેવી વાત કરવામાં આવી. પરંતુ એક્ઝિટ પોલના આંકડા સાચા ન પડે તેવી વાત કરી આમ આદમી પાર્ટીના નેતાઓ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યાં હતા. પરંતુ હવે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલના નિવેદન બાદ આમ આદમી પાર્ટીના નેતાઓના વલણ કુણાં પડે તેવી સ્થિતી છે.
આ મામલે અરવિંદ કેજરીવાલ મીડિયા સાથે વાત કરતા જણાવે છે કે, ‘આમ આદમી પાર્ટી એક નવી પાર્ટી છે. તેમજ કહેવાતું હતું કે ગુજરાત ભાજપનો ગઢ છે, ત્યારે જો નવી પાર્ટી પ્રથમ વખત આવે અને ચૂંટણીમાં 15 થી 20 ટકા વોટ શેર મેળવે તે મોટી વાત કહેવાય.’ આમ પરિણામ પહેલા જ અરવિંદ કેજરીવાલનું નિવેદન સ્પષ્ટ કરે છે કે, વાસ્તવિકતા ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓના દાવા કરતા તદ્દન વિપરીત છે.
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરવામાં આવેલા ઈસુદાન ગઢવીના કોંગ્રેસ સાથેના દાવાને લઈ પરિણામ પહેલા જ ચર્ચાઓનું બજાર ગરમ થયું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796