Tuesday, October 13, 2026
HomeNationalલોકોને જોઈ છે જ્ઞાનેશ કુમારનું રાજીનામું પણ કેન્દ્રીય મંત્રી એલ. મુરુગને આપ્યું...

લોકોને જોઈ છે જ્ઞાનેશ કુમારનું રાજીનામું પણ કેન્દ્રીય મંત્રી એલ. મુરુગને આપ્યું રાજીનામું, મામલો કાંઈક અલગ, છોડ્યું રાજ્યસભાનું સભ્યપદ પણ

- Advertisement -

Minister Dr. L Murugan resignation: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરુગને પોતાના મંત્રીપદની સાથે રાજ્યસભાના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને રાજીનામા પાછળનું કારણ જણાવ્યું હતું. મુરુગને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત માતા અને તમિલનાડુની સેવા કરવી તેમના જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે. હવે તેઓ ફરી જમીની સ્તરે કામ કરવા, પક્ષના કાર્યકરોની સાથે ઊભા રહેવા અને 2029ની લોકસભા ચૂંટણી પહેલાં તમિલનાડુમાં ભાજપને મજબૂત બનાવવા માટે પોતાને સમર્પિત કરવા માગે છે. ઉલ્લેખનીય છે કે લોકો હાલ જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિ.નું રાજીનામું માગી રહ્યા છે ત્યાં આ મંત્રીનું રાજીનામું આવતા લોકો ચોંકી ગયા છે.

એલ. મુરુગને પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે દૈનિક મજૂરના પુત્ર તરીકે શરૂઆત કર્યા બાદ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં સેવા આપવાની તક મળવી તેમના માટે સૌભાગ્યની વાત છે. તેમણે રાષ્ટ્રને પ્રથમ, પક્ષને ત્યારબાદ અને પોતાને સૌથી છેલ્લે રાખવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. તેમના રાજીનામા બાદ રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળો શરૂ થઈ છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપ 2029ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમિલનાડુમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની વ્યૂહરચના પર કામ કરી રહી છે.

- Advertisement -

એલ. મુરુગન અગાઉ તમિલનાડુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને તેમને રાજ્યમાં પક્ષના મુખ્ય દલિત ચહેરા તરીકે ઓળખવામાં આવે છે. રાજીનામા બાદ તેમને સંગઠનાત્મક અને રાજકીય જવાબદારીઓ સાથે તમિલનાડુના રાજકારણમાં વધુ સક્રિય ભૂમિકા સોંપવામાં આવે તેવી શક્યતા અંગે ચર્ચા થઈ રહી છે.

એલ. મુરુગન ભાજપના વરિષ્ઠ નેતા છે. તેમણે જુલાઈ 2021થી જૂન 2024 સુધી મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી હતી. આ ઉપરાંત, 2017થી 2020 દરમિયાન તેમણે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે કામગીરી કરી હતી.

29 મે, 1977ના રોજ તમિલનાડુના નામક્કલ જિલ્લાના કોન્નૂરમાં જન્મેલા એલ. મુરુગને ચેન્નાઈની તમિલનાડુ ડૉ. આંબેડકર લૉ કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક અને ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી. વિદ્યાર્થીકાળમાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે જોડાયા હતા અને 1997માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સભ્ય બન્યા હતા. તેમણે આશરે 15 વર્ષ સુધી વકીલાત કરી હતી અને મદ્રાસ હાઈકોર્ટમાં ભારત સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે પણ સેવા આપી હતી. ભાજપ સાથે સંકળાયેલા અનેક મહત્વપૂર્ણ કાનૂની કેસોમાં તેમણે વકીલ તરીકે દલીલો રજૂ કરી હતી.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular