Wednesday, April 22, 2026
HomeGujaratGir Somnathજૂનાગઢમાં જુગાર રમતા ગીર સોમનાથના PSI ઝડપાયા, SPએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા

જૂનાગઢમાં જુગાર રમતા ગીર સોમનાથના PSI ઝડપાયા, SPએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના મહિલા સુરક્ષા વિભાગના PSIને જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જેમાં PSIના કાળા કારાનામાઓ સામે આવ્યા છે. જૂનાગઢ (Junagadh) LCBની ટીમે જુગાર રમતા રંગેહાથ PSIને ઝડપી પાડતા સમ્રગ મામલો ગીર સોમનાથ પોલીસ વડા સુધી પહોંચ્યો હતો. જે મામલે પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ આગામી સમય પોલીસ વિભાગ આ પ્રકારનું કોઈ કૃત્ય અજાણતા પણ ન કરે તે માટે શિક્ષાત્મક પગલા લેવાની વાત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગીર સોમનાથના મહિલા સુરક્ષા વિભાગમાં ફરજ બજાવતા PSI સરોજ વાવૈયા થોડા દિવસ પહેલા રજા લઈને પોતાના વતન પાદરિયા ગામે ગયા હતા. પદરિયા ગામમાં છેલ્લા ઘણા સમયથી જુગારધામ ચાલી રહ્યું હતું અને સરકારી અધિકારી છે સારો પગાર મળવા છતાં PSI જુગારધામમાં પોતાનો નસીબ અજમાવા ગયા હતા. પરંતુ કમનસીબે ગઈકાલે જૂનાગઢ LCBની ટીમે પદરિયા ગામ ખાતે આવેલા જુગારધામમાં દરોડો પાડ્યો હતો. જેના પગલે જુગારીઓમાં નાસભાગ મચી હતી. આ દરમિયાન PSI પણ જુગાર રમતા રંગેહાથ LCBની ટીમના હાથે ઝડપાઈ ગયા હતા તેમને પોલીસ સ્ટેશન લાવતા તેઓ PSI તરીકે ગીર સોમનાથ મહિલા સુરક્ષા વિભાગમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

આ સમ્રગ ઘટનાની જાણ જૂનાગઢ પોલીસ દ્વાર ગીર સોમનાથ પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને કરવામાં આવતા ગીર સોમનાથ પોલીસ વડાએ તાત્કાલિક અસરથી મહિલા PSIને ફરજ પરથી સસ્પેન્ડ કર્યા હતા. તેમજ ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ સામે પણ ચિમકી ઉચ્ચારી છે. આગામી દિવસોમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃતિમાં પકડાશે તો તેની સામે શિક્ષાત્મક પગલાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખની છે કે, થોડા સમય પહેલા સૂત્રાપાડામાં પોલીસ કોન્સ્ટબેલ અને GRDના જવાનો દ્વારા ચેંકિગ દરમિયાન દારૂ જથ્થો પકડવામાં આવ્યો હતો અને આ દારૂને જથ્થો બુટલેગરને વેચી બારોબારી રોકડી કરી લીધી હતી. જે સમ્રગ મામલો પોલીસ વડા સુધી પહોંચ્યો હતો તેમના દ્વારા આરોપી સામે ગુનો નોંધી આકરા પગલા ભરવામાં આવ્યા હતા.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular