નવજીવન ન્યૂઝ. પોરબંદર: Porbandar Maulvi Audio Clip Case : પોરબંદરમાં (Porbandar) રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રીય ગાનના અપમાન (insulting national flag) બાબતે એક મૈલાવીનો કથિત ઓડિયા વાયરલ (Maulvi Audio Clip viral) થયો હતો. જે બાદ કેટલાક મુસ્લિમ સમાજના યુવકો (Muslim Youth) દ્વારા ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવાનો પ્રયાસ કરવામાં હતો. હાલ ઈજાગ્રસ્તો પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં સામ-સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા મળી રહ્યા છે. એક તરફ યુવકો દ્વારા મૌલવી પર રાષ્ટ્રીય ધ્વજને સેલ્યુટ ન કરવા કહ્યું હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે બીજી તરફ મોલવી દ્વાર યુવકો દુષ્પ્રચાર કરતા હોવાના આરોપ કર્યા છે. હાલ સમ્રગ મામલો પોરબંદરના કિર્તિમંદિર પોલીસ સ્ટેશન (kirti mandir police) ખાતે પહોંચ્યો છે. ઘટનાની ગંભીરતાને લઈ આ કેસની તપાસ DySP દ્વારા કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદરના એક બહાર-એ-શરીઅત નામના વોટ્સએપ ગ્રૂપમાં મૌલવીનો કથિત ઓડિયા વાયરલ થયો હતો. જેમાં રાષ્ટ્રીય ધ્વજને સેલ્યુટ ન કરવા તેમજ રાષ્ટ્રીય ગાન ન ગાવા જેવી બાબતો સામે આવી હતી. મૌલવીના આ વાતને લઈ ત્રણ જેટલા યુવકો પોલીસ સાથે મસ્જીદ પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, અમે આ દેશના નાગરિક છીએ અમે રાષ્ટ્રીય ગીત કેમ ન ગાઈ શકીએ. જેને લઈ વિવાદ વકર્યો હતો. આ બાબતને લઈ મૌલવીએ ખોટી રીતે તેમનો દુષ્પ્રચાર તેમજ બદનામી કરવાના આરોપસર ત્રણ યુવકો સામે કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. મૈલાવીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય ધ્વજને લઈ કોઈ ચર્ચા થઈ જ નથી.
આ ઘટના બાદ ત્રણ યુવકોએ એક વિડીયો બનાવ્યો હતો. જે વિડીયોમાં તેમણે કહ્યું હતું કે, અમારા પર ખોટી ફરિયાદ કરવામાં આવી રહી છે. તેમ કહી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો પણ યુવકો પાસે દોડી આવ્યા હતા. તમામ યુવકોને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. હાલ ત્રણ યુવકોની હાલત ગંભીર હોવાનું માનવમાં આવી રહ્યું છે. આ સમ્રગ કેસમાં કીર્તિમંદિર પોલીસે યુવકોની ફરિયાદના અધારે દુષ્પ્રરેણા ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મૌલવી થોડા સમય પહેલા ત્રણ યુવક વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ હવે યુવકોએ ફરિયાદ નોંધાવતા સામસામે ફરિયાદ થઈ છે.
ફરિયાદીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, મૌલવી રાષ્ટ્રીય ધ્વજને સેલ્યુટ કરવું જોઈએ નહીં સાથે રાષ્ટ્રીય ગાન ‘જન ગણ મન’ ન ગાવા કહ્યું હતું. એટલે કે મૌલવી દ્વાર રાષ્ટ્ર ધ્વજને સેલ્યુટ કરવા અને રાષ્ટ્રીય ગાન ગાવા પર મનાઈ ફરમાવી હોવાની વાત ફરિયાદીએ કહી છે.
ત્યારે બીજી તરફ મૌલવી વિડીયો બનાવી આક્ષેપ કરતા કહ્યું હતું કે, ત્રણ યુવકો દ્વારા મારો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રી ધ્વજને લઈ કોઈ ચર્ચા જ થઈ ન હતી. મારા પર પાયા વિહોણા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. યુવકો દ્વારા વિડીયો બનાવી વાયરલ કરવાનો એક સ્ટંટ છે. હાલ પોરબંદર પોલીસ દ્વારા કથિત રીતે વાયરલ થયેલા ઓડિયો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ બાદ સાચું કારણ બહાર આવી શકે છે.
Tag: Porbandar news, Porbandar maulvi, maulvi audio clip viral
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








