Wednesday, October 14, 2026
HomeGujaratGandhinagarપૂર્વ કલેક્ટર લાંગાએ સરકારને 20 કરોડનું નુકશાન કર્યું, બેનામી સંપત્તિનો થયો પર્દાફાશ

પૂર્વ કલેક્ટર લાંગાએ સરકારને 20 કરોડનું નુકશાન કર્યું, બેનામી સંપત્તિનો થયો પર્દાફાશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગાંધીનગરના (Gandhinagar) પૂર્વ કલેક્ટર (Former Collector) એસ. કે. લાંગાએ (SK Langa) તેમના કાર્યકાળ દરમિયાન મોટાપાયે ગેરરીતી આચરીને સત્તાનો દુર ઉપયોગ કર્યો હોવાની ફરિયાદ ગાંધીનગર સેક્ટર 7માં નોંધાઈ હતી. ત્યારે ફરિયાદના બે મહિના બાદ આખરે ગઈકાલે રાજસ્થાનના માઉન્ટ આબુમાંથી તેમની ધરપકડ કરીને ગાંધીનગર લાવવામાં આવ્યા હતા. ત્યારે પૂર્વ કલેક્ટરના સમગ્ર કેસ અંગે ગાંધીનગર રેન્જ IG અભય ચુડાસમાએ (Abhay Chudasama)પત્રકાર પરિષદ યોજીને લાંગાના કેસમાં મહત્વની જાણકારી આપી હતી.

ભ્રષ્ટાચાર કેસમાં (Corruption Case) માઉન્ટ આબુથી ધરપકડ કરાયેલા પૂર્વ IAS અધિકારી એસ. કે. લાંગાની ગાંધીનગર SP કચેરી ખાતે પૂછપરછ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં તેમની બેનામી સંપત્તિનો પર્દાફાશ થયો છે. આ મામલે રેન્જ IG અભય ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, વર્ષ 2018-2019માં ગાંધીનગર કલેક્ટર તરીકે રહેલા એસ. કે. લાંગા સામે મામલદારે સરકાર તરફથી ગાંધીનગર સેક્ટર 7માં ફરિયાદ નોંધાવી હતી. લાંગાએ મૂળસાણા, પેથાપુર સહિતના ગામોની જમીનમાં વહીવટી ગેરરીતિ (Land Scam) આચરીને આર્થિક લાભ મેળવવા માટે સરકારને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડ્યું અને અપ્રમાણસર મિલકત વસાવ્યાની ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

આ ફરિયાદ બાદ DySP અમી પટેલના નેતૃત્વ હેઠળ એક ટીમની રચના કરવામાં આવી હતી. આ કેસમાં લાંગા ફરાર હતા. પોલીસ તેમની ધરપકડ માટે પ્રયાસો કરી રહી હતી, તે દરમિયાન પોલીસને જાણકારી મળી હતી કે, લાંગા માઉન્ટ આબુમાં છે. જે બાદ SITની ટીમ માઉન્ટ આબુ પહોંચી હતી. જ્યાં એક મકાનમાંથી પોલીસને લાંગા મળી આવ્યો હતો. પોલીસએ લાંગાની ધરપકડ કરીને ગાંધીનગર લઈ આવ્યા હતા. લાંગાને કોર્ટમાં હાજર કરીને રિમાન્ડ મેળવવામાં આવશે, ત્યાર બાદ ઊંડાણપુર્વક પુછપરછ કરવામાં આવશે.

વધુમાં રેન્જ IG અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમીક તપાસમાં લાંગાએ 20 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સાથે જ મૂળસાણા, પેથાપુર ગામનું પ્રકરણ પણ સામે આવ્યું છે અને બેનામી સંપત્તિની માહિતી પણ મળી આવી છે. લાંગા પાસે જૂનાગઢમાં 4 બંગલા, માતરમાં જમીન અને પરિવારજનોના નામે અમદાવાદમાં ત્રણ જમીન છે. માતરવાળી જમીનમાં લાંગાનું ખેડુત તરીકેનું પ્રમાણપત્ર પણ શંકાસ્પદ લાગી રહ્યું છે. હજી 25થી વધુ પ્રકરણની તપાસ કરવાની બાકી છે. તેમણે સરકારને રૂપિયા 20 કરોડનું નુકશાન પહોચડ્યું છે. લાંગાની પુછપરછ દરમિયાન કોના-કોના નામ નિકળશે અને કોની સુચનાથી આ કૌભાંડ કર્યું હતું અને કોના કહેવાથી કર્યું હતું, આ તમામ વાત તપાસ બાદ સામે આવશે અને જે કોઈનું નામ નીકળશે તેમને છોડવામાં નહીં આવે. આ કેસમાં હજી સુધી કોઈ રાજકીય નામ સામે આવ્યું નથી. આ સમગ્ર કૌભાંડની તપાસ કર્યા બાદ કેટલા કરોડનું છે તે અંગે જાણ થશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular