નવજીવન ન્યૂઝ. મહેસાણા: Mehsana News : મહેસાણા (Mehsana) જિલ્લાના બેચરાજીમાં (Becharaji) નકલી માર્કશીટ કૌભાંડ (Fake Marksheet Scam) ઝડપાયું છે. મહેસાણા LCBએ બાતમીના અઘારે દરોડા પાડી બે જેટલા વ્યક્તિઓને અલગ અલગ ધોરણની માર્કશીટ સાથે ઝડપી પાડ્યાછે. આરોપીઓ ઝેરોક્ષની દુકાનમાં આ ગોરખધંધો ચલાવતા હતા. LCBએ ધોરણ 10, 12, ITI અને ડિપ્લોમ સહિતની માર્કશીટ સાથે આખું કારસ્તાન ઝડપી પાડ્યું છે. જેમાં વિવિધ કંપનીઓમાં જે કોઈ લોકોને નોકરી જોઈતી હોય તેવા લોકોને નકલી માર્કશીટ બનાવી આપી લોકોને નોકરી લગાડતા હતા. મહેસાણા LCBએ બંને આરોપીઓની ધરપકડ કરી બેચરાજી પોલીસને સોપ્યા છે. તેમજ અલગ-અલગ વસ્તુઓ પણ કબ્જે કરી કેટલા સમયથી આ કૌભાંડ ચલાવતા તે બાબતે પૂછપરછ કરતા આરોપીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા LCBને બાતમી મળી હતી કે બેચરાજીના આદિત્ય કોમ્પલેક્ષમાં આવેલી અંબિકા ઝેરોક્ષની દુકાનમાં બે જેટલા વ્યક્તિઓ કોમ્પયુટર અને પ્રિન્ટરનો ઉપયોગ કરી ધોરણ 10, 12, ડિપ્લોમાં અને ITI સહિતની બોગસ માર્કશીટ બનાવી રહ્યા છે અને નકલી માર્કશીટનું 1500 રૂપિયા વેચાણ કરી રહ્યા છે. જે બાતમીના અધારે મહેસાણા LCBની ટીમે આજે સવારે બેચરાજીના અંબિકા ઝેરોક્ષની દુકાનમાં ડમી ગ્રાહક મોકલ્યો હતો. જેમાં આરોપીએ 1500 રૂપિયામાં માર્કશીટ બનાવી આપવાની વાત કરી હતી. ત્યારે મહેસાણા LCBએ દરોડો પાડી આ સમ્રગ બોગસ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ નકલી માર્કશીટ કારસ્તાનમાં LCBએ બે જેટલા વ્યક્તિઓની ધરપકડ કરી છે જેમાં કુલદીપ પરમાર અને વિજયસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે.
મહેસાણા LCBએ ઝેરોક્ષની દુકાનમાંથી નકલી માર્કશીટ, કોમ્પ્યુટર અને પ્રિન્ટર સહિત કુલ 86,400નો મુદ્દામાલ જપ્ત કરી બેચરાજી પોલીસ સ્ટેશનમાં બંને આરોપીને સોંપ્યા છે. પોલીસે ગુનો નોંધી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. હાલ પોલીસ તરફથી મળતી મુજબ, 2 માસથી આ માર્કશીટ કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું છે અને અત્યાર સુધીમાં આરોપી 50 જેટલા વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ બનાવી ચૂક્યા હોવાની કબૂલાત કરી છે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને આરોપીઓ સસ્તામાં માર્કશીટ બનાવી આપતા હતા અને આ નકલી માર્કશીટના અધારે કેટલાક વિદ્યાર્થીઓએ કંપનીમાં નોકરી પણ મેળવી હોવાનું હાલ પ્રથામિક તપાસમાં સામે આવ્યું છે.
આ અંગે મહેસાણાના DySP આર. આઈ. દેસાઈ જણાવ્યું હતું કે, વિજય ઝાલા અને કુલદીપ સોલંકી નામના વ્યક્તિઓ ભેગા થઈ છોકરાઓને 10 પાસ, 12 પાસ, ITI અને ડિપ્લોમાની બોગસ માર્કશીટ આપતા હતા. એમની પાસે માર્કશીટનો ર્ફમો તૈયાર હતો. જેમાં છોકરાના નામ માર્કસ લખી છોકરાઓને 1500 રૂપિયામાં આપતા હતા. હાલ પ્રથામિક માહિતી મુજબ હોન્ડા અને મારુતિ જેવી કંપનીમાં નોકરી લેવા માટે ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








