Wednesday, April 22, 2026
HomeGujaratમહેસાણાના ચાર વ્યક્તિના હરિયાણાના KMP એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં મુત્યું

મહેસાણાના ચાર વ્યક્તિના હરિયાણાના KMP એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં મુત્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: ગુજરાતના મહેસાણાના (Mehsana) ચાર યુવાનો હરીયાણા (Haryana) ગાયની ખરીદી કરવા માટે ગયા હતા. ત્યારે જઝ્ઝર જિલ્લામાં KMP એક્સપ્રેસ વે (KMP Expressway) પર સવારે 7.30 વાગ્યે ટ્રક અને ક્રેટા કાર વચ્ચે ભયાનક અકસ્માત (car-truck collision) સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્થળ પરજ 4 વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે એક વ્યક્તિને સારવાર અર્થે નજીકની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત વધુ ગંભીર હોવાથી તેને PGI હોસ્પિટલ રોહતકમાં રિફર કરવામાં આવ્યો છે.

મહેસાણાના પાંચ યુવકો ક્રેટા કારમાં હરિયાણાના બહાદુરગઢ તરફ ગાયની ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા, તે સમયે કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ અચાનક ગુમાવતા ક્રેટા કાર ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત હરિયાણાના KMP એક્સપ્રેસ પર સવારે 7.30 વાગ્યે સર્જાયો હતો. આ અકસ્માતમાં મહેસાણાના 4 લોકોના ઘટનાસ્થળે જ મુત્યુ થયા હતા, જ્યારે કારમાં સવાર એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે બહાદુરગઢ જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની ગંભીર હાલતને જોતા તેને PGI રોહતકમાં રિફર કરવામાં આવ્યો છે. આ અકસ્માત KMP એક્સપ્રેસ હાઈવે પર બાદલી અને બુપાનિયા ગામ વચ્ચે સર્જાયો થયો હતો.

- Advertisement -

હાલ હરિયાણા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બહાદુરગઢ જનરલ હોસ્પિટલમાં મોકલ્યા છે અને વઘુ તપાસ આદરી આગળના કાર્યવાહી હાથ ધરી છે. મૃતકોની ઓળખ પ્રાંચિલ ચૌધરી, જગધીરા ચૌધરી, વકીલ ચૌધરી અને ભરત ચૌધરી તરીકે થઈ છે. હાલ પોલીસે ચારેય મૃતદેહોને સિવિલ હોસ્પિટલ બહાદુરગઢના શબઘરમાં રાખ્યા છે.

Tag: Mehsana News, KMP Expressway Accident, car-truck collision on KMP expressway

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular