Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadસરખેજના એક ઘરમાં ચાલુ ગીઝરમાં સ્પાર્ક થતા આગ ભભૂકી ઉઠી, સાત લોકો...

સરખેજના એક ઘરમાં ચાલુ ગીઝરમાં સ્પાર્ક થતા આગ ભભૂકી ઉઠી, સાત લોકો દાઝ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) સરખેજ (Sarkhej) વિસ્તારમાં આવેલા એક ઘરમાં ગીઝરમાં આગ લગાવાની ઘટના (Fire Incident) સામે આવી હતી. આગે એકાએક ભીષણ સ્વરૂપ ધારણ કરતા આખા ઘરને ચપેટમાં લીધું હતું. ઘટનાને પગલે ઘરમાં રહેલા 7 જેટલા લોકો પણ દાઝ્યા હતા. ઈજાગ્રસ્તોએ બૂમાબૂમ કરતા આસાપાસના રહીશો પણ મદદે દોડી આવ્યા હતા. લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની 3 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સળગી રહેલા ઘર પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. તેમજ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે શ્રેયા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જોકે ઘરમાં રહેલા લોકોએ સમયસૂચકતા દાખવતા જાનહાનિ ટળી હતી.

મળતી માહિતી મુજબ, આજરોજ સવારે 11 વાગ્યાના અરસામાં સરખેજ પોલીસ સ્ટેશન ખાતે આવેલા નાયકના વાડમાં રહેતા નવીન નાયકના ઘરમાં અચાનક ચાલુ ગીઝરમાં સ્પાર્ક થતાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઘટનાને લઈ આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આગે એકાએક આખા ઘરને બાનમાં લીધું હતું. જેમાં ઘરમાં રહેલા 7 જેટલા લોકો પણ આગની ચપેટમાં આવતા દાઝી ગયા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાને પગલે આસપાસ રહીશો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથધર્યા હતા. તેમજ આ મામલે લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટરોની ત્રણ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સળગી રહેલા ઘરમાં પાણીનો મારો ચલાવી એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

- Advertisement -

ઘટનાને પગલે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમબ્યુલેન્સ મારફતે સારવાર માટે શ્રેયા હોસપિટલ ખાતે મોકલી લઈ જવામાં આવ્યા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘરમાં રહેલા ઘરવખરીના સમાનને મોટાપાયે નુકશાન પહોંચ્યુ છે. તમામ જરૂપિયાતની ચીજવસ્તુઓ બળીને ખાખ જતા પીડિતોને મોટી નુકસાની સહન કરવાના વારો આવ્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular