Tuesday, March 17, 2026
HomeGujaratAhmedabadપૂર્વ IPS સંજીવ ભટ્ટની કેસ ટ્રાન્સફરની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી

પૂર્વ IPS સંજીવ ભટ્ટની કેસ ટ્રાન્સફરની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતનાં પુર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ (Former IPS Sanjiv Bhatt) છેલ્લા ધણા સમયથી પાલનપુરની જેલમાં છે. તેઓએ વર્ષ 2002ના કોમી તોફાનો પછી તત્તકાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. સજીવ ભટ્ટ વર્ષ 1996માં બનાસકાંઠાના પોલીસ અધિક્ષક હતા. તે દરમિયાન રાજસ્થાનના એક વકીલના હોટલની રૂમમાંથી ડ્રગ્સ મામલે ધરપકડ કરી હતી. તે મામલે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) કેસની તપાસ CIDને સોંપી હતી અને વર્ષ 2018માં ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી. હવે આજે ગુજરાત હાઈકોર્ટે તેમની નારકોટિક્સ કેસમાં ફરિયાદ રદ્દ કરવાની અરજી ફગાવી છે, તેમજ ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં (drug plant case) બનાસકાંઠા જિલ્લાની કોર્ટમાં ટ્રાયલ ટ્રાન્સફર કરવાની માગ પણ ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે.

સમ્રગ કેસ વર્ષ 1996નો છે, તેમાં રાજસ્થાનના એક વ્યક્તિની વર્ષ 1996માં સજીવ ભટ્ટ બનાસકાઠાના SP હતા તે દરમિયાન રાજસ્થાનના એક વ્યક્તિની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. ત્યારબાદ ડ્રગ મામલે તે સમયે પોલીસે પાલનપુરની એક હોટલમાંથી રાજસ્થાનનો રહેવાસી સમરસિંગ રાજપુરોહિતની ધરપકડ કરી જેલમાં મોકલ્યો હતો. આ મામલે જે તે સમયે રાજસ્થાન પોલીસે જણાવ્યું હતું કે, સમરસિંગ રાજપુરોહીતને ગુજરાત પોલીસે રાજસ્થાનના પાલીમાં વિવાદિત જમીન ટ્રાન્સફર ન કરવા બદલ ખોટી રીતે ડ્રગ પ્લાનટ કરી ફસાવ્યો હતો અને આ બાબતને કોર્ટમાં પડકારવામાં આવી હતી.

- Advertisement -

ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે જૂન 2018માં આ કેસની તપાસ CIDને સોંપી હતી અને સંજીવ ભટ્ટની તે વર્ષે સપ્ટેમ્બરમાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં કેસની ચાર્જશીટ દાખલ થયા બાદ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને 9 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. તેમજ 2022માં હાઈકોર્ટે નીચલી કોર્ટને કેસની સુનાવણી પૂર્ણ કરવા માટે વધારાનો સમય આપ્યો હતો. આ સમય દરમિયાન પણ કેસ પુરો ન થતાં ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને 31 માર્ચ, 2023 સુધીમાં કોઈપણ સંજોગોમાં ટ્રાયલ પૂર્ણ થવો જ જોઈએ તેવા આદેશ આપ્યા બાદ આ નિર્ણય સામે સંજીવ ભટ્ટ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, પરંતુ ત્યાં તેમને 10,000 રૂપિયાનો દંડ થયો હતો.

હવે સંજીવ ભટ્ટ ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં ટ્રાયલ કોર્ટને બદલવા માટે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા છે. પરતું આજે હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે. સંજીવ ભટ્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે ટ્રાયલ કોર્ટમાં ન્યાયી સુનાવણી થઈ રહી નથી. તેથી તેમનો કેસ અન્ય કોઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવો જોઈએ. પરતું ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજ સમીર દવેની ખંડપીઠે સંજીવ ભટ્ટની આ અરજીને ફગાવી દેતાં જણાવ્યું હતું કે, તેમની આશંકા પાયાવિહોણી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular