Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadઆરોપી તથ્ય પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી, પિતા-પુત્ર જામીન માટે હાઈકોર્ટના દ્વારે...

આરોપી તથ્ય પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી, પિતા-પુત્ર જામીન માટે હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા

- Advertisement -

નવજીવન ન્યઝ. અમદાવાદ: Ahmedabad News: અમદાવાદના ઈસ્કોન બ્રિજ (Ahmedabad Iskcon Bridge Accident) પર બેફામ ગતિએ કાર દોડવી 9 લોકોને મોતને ઘાટ ઉતારનારો આરોપી તથ્ય પટેલ (Tathya Patel) હાલ અમદાવાદના સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ડીમાં છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તથ્ય પટેલે જામીન માટે અરજી કરી હતી. જોકે આ કેસ અમદાવાદ સેન્શન કોર્ટમાં (ahmedabad sessions court) કમિટ થઈ જતા તથ્ય પટેલની જામીન અરજી પર આજે અમદાવાદ સેન્શન કોર્ટમાં સુનાવણી થઈ હતી. જે જામીન અરજીને કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી છે. હાલ કોર્ટ દ્વારા જામીન ન આપવામાં આવતા આરોપી તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. આજે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને જામીન પર સુનાવણી માટે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી રજૂ કરાયા હતા. તથ્ય પટેલ અને તેના પિતાને મળવા દેવા માટે વકીલ દ્વારા માગ કરવામાં આવી છે.

તથ્ય પટેલ અકસ્માત કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટથી અમદાવાદ જિલ્લા સેન્શન કોર્ટમાં કમિટ થઈ ચૂક્યો છે. જ્યાં આજે તથ્ય પટેલની જામીન અરજી પર સુનાવણી સેન્શન કોર્ટમાં ચાલી હતી. એટલે અમદાવાદ જિલ્લા સેન્શન કોર્ટમાં આ કેસ શરૂ થઈ ગયો છે. તાજેતરમાં પ્રજ્ઞેશ પટેલ કેન્સરની સારવારનું કારણ આગળ ધરી વચગાળાની જામીન માટે અરજી કરી હતી. જે બાદ તથ્ય પટેલે પણ જામીન માટે અરજી કરી હતી. જેને લઈ મૃતકના પરિવારે આ જામીન સામે વાંધા અરજી છે. જેથી થોડા સમય પહેલા કોર્ટે પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ આજે અમદાવાદ જિલ્લા સેન્શન કોર્ટે આરોપ તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. અમદાવાદ જિલ્લા સેન્શન કોર્ટમાં કેસ ચાલુ થતાં બંને આરોપીઓને સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજર રાખવા આવ્યા હતા. આ બાબતને લઈ બચાવ પક્ષના વકીલે તેમના અસીલને મળવા માટે કોર્ટને અરજી કરી છે.

- Advertisement -

હવે તથ્ય પટેલ અકસ્માત કેસને લઈ એડવોકેટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી ફાઈલ કરવામાં આવી છે. જેને લઈ હવે જામીન અરજી પર આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ નિર્ણય કરશે કે પિતા પુત્રને જામીન પર છોડવા કે પછી જેલમાં જ રાખવા.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular