નવજીવન ન્યૂઝ. ઉના: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉના તાલુકાના ઉમેજ ગામ (Umej Village) ખાતે સિંહ બાળ (Lion Cubs) કુવામાં પડી જતા ફોરેસ્ટ વિભાગની ટીમે (Forester) ચાલુ વરસાદે રેસક્યું (Rescue) હાથ ધર્યું હતું. એક તરફ સમુદ્રકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાને (Cyclone Biparjoy) પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લગભગ તમામ વિભાગોની ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. એવામાં ગીર સોમનાથના ઉના તાલુકામાં જસાધાર રેન્જમાં સિંહના બચ્ચાને બચાવવા માટે વન વિભાગે કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો અનુસાર, બિપોરજોય વાવાઝોડાને પગલે વનવિભાગના કર્મચારીઓ પણ એલર્ટ થઈ કામગીરી કરી રહ્યા છે. એવામાં આજરોજ ભારે પવન અને વરસાદ વચ્ચે વનવિભાગને મેસેજ મળ્યા હતા કે ઉમેજ ગામના ખેડૂત જોધુભાઈ ઘેલુભાઈ સોલંકીની આંબાવાડીમાં સિંહના જૂથે પશુનું મારણ કરેલ છે. જેમાં સિંહ, 3 સિંહણ અને 4 સિંહના બચ્ચા છે. જેમાંનું 2 સિંહના બચ્ચા વાડીમાં આવેલા કૂવામાં પડી ગયું છે. આ માહિતી મળતા જ વનવિભાગના કર્મચારીઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ભારે વરસાદ અને પવન વચ્ચે ફોરેસ્ટ વિભાગે ઉમજ ગામમાં સિંહ બાળને બચાવવા માટે રેસક્યું ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ બંને સિંહબાળને સુરક્ષિત રીતે બહાર કાઢી લઈ ઉગારી લઈ જરૂરી સારવાર બાદ બંનેને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








