નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ બિપોરજોય વાવાઝોડું (Cyclone Bparjoy) આજે સાંજથી રાત્રીના સમયે ગુજરાતના કચ્છની નજીક લેન્ડફોલ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ વાવાઝોડું નજીક આવતા ગુજરાતના દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી દરિયાકાંઠાના વિસ્તારમાં દરિયાનું પાણી ફરી વળ્યું છે. સાથે જ ઠેર-ઠેર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. ત્યારે વાવાઝોડાને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા NDRF, SDRF, સૈન્ય દળો અને પોલીસે મોરચો સંભાળ્યો છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) અને વડોદરાની (Vadodara) ફાયર વિભાગની ટીમને (fire brigade team) પણ બચાવકામગીરી માટે રવાના કરવામાં આવી રહી છે.
બિપોરજોય વાવાઝોડાના પગલે અમદાવાદ ફાયરબ્રિગેડની 30 માણસોની એક ટીમ બચાવ કામગીરી માટે કચ્છ જવા રવાના કરવામાં આવી છે. જેમાં એડિશનલ ચીફ ફાયર ઓફિસર સહિત 30 ફાયરના જવાનો રેસ્ક્યુ બોટ સહિતના અત્યાધુનિક સાધનો સાથે કચ્છ જશે. અમદાવાદ ફાયર બ્રિગેડના એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીની આગેવાનીમાં ડેપ્યુટી ચીફ ઓફિસર કૈઝાદ દસ્તુર સહિત 30 ફાયર જવાનોની ટીમને કચ્છ જિલ્લામાં જવા માટે સુચના આપવામાં આવી હતી. જેના પગલે ફાયર વિભાગની ટીમ નવરંગપુરા ફાયર સ્ટેશનથી 2 ઇમરજન્સી ટેન્ડર વહિકલ, 7 બોટ અને 4 વાહનો સાથે કચ્છ જવા માટે રવાના થઈ છે. અમદાવાદ ફાયર વિભાગ પાસે પરિસ્થિતીને પહોંચી વળવા માટે અત્યાધુનિક સાધનો છે. જેમ કે હાઈડ્રોલીક ઓફરેટેડ, સ્લેબ અને આર્યન, કટર વુડન, બકોમ્બિ ટુલ્સ અને ન્યૂમેટિક બેગનો સમાવેશ થાય છે.
બીજી બાજુ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો આદેશ મળતાં વડોદરા ફાયર વિભાગની ટીમો પણ દ્વારકા અને જૂનાગઢ મોકલવામાં આવી છે. વડોદરા ફાયર વિભાગના 1 સ્ટેશન ઓફિસર, 1 સબ ફાયર ઓફિસર અને 10 ફાયરના જવાનોની ટીમ આજે દ્વારકા પહોંચશે. જ્યારે 1 સબ ફાયર ઓફિસર સહિત 10 ફાયર જવાનોની એક ટીમ આજે જૂનાગઢ પહોંચશે. ફાયર વિભાગની ટીમ બચાવ કામગીરી માટે બોટ, રસ્સા સહિતના સાધનો સાથે સજ્જ કરીને મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વડોદરા નજીકની જરોદ NDRFની બટાલિટન 6ની 13 અને ગાંધીનગરથી 5 સહિત કુલ 18 ટીમોને ગુજરાતના દરિયાકાંઠે તૈનાત કરવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796