Monday, August 17, 2026
HomeBusinessકોમોડિટી બજારના પ્રથમ છ મહિના તેજીના પછીના મંદી તરફી રહશે

કોમોડિટી બજારના પ્રથમ છ મહિના તેજીના પછીના મંદી તરફી રહશે

- Advertisement -

સોનું, ચાંદી, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, ઘઉ, ખાંડ, ખાધતેલ, મકાઇ ભાવ ઉછાળા આગળ વધશે
અસંખ્ય બેન્કોએ ડી–ડોલરાઈઝેશન કર્યું ત્યાર પછી તેમણે વિક્રમ સોનાની ખરીદી કરી

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): મોટાભાગની બજારોમાં ૨૦૨૨માં મોટાપાયે ભાવ ઘટાડો જોવાયો, પણ કોમોડિટી બજારો ૨૦૨૧ની તેજીને આગળ વધારીને સતત બીજા વર્ષે કેટલીક એસેટ્સ ક્લાસ કોમોડિટીમાં ઉત્તમ વળતર આપનારી સાબિત થઈ. પાછલા ૧૨ મહિનામાં એસએન્ડપી ૫૦૦ ઇંડેક્સ ૧૮ ટકા ઘટ્યો હતો, પણ એસએન્ડપી જીએસસીઆઈ ટોટલ રિટર્ન ઇંડેક્સ જેમાં ઉચ્ચ પ્રવાહિતા ધરાવતી વૈવિધયકૃત કોમોડિટી વાયદાનો સમાવેશ થાય છે, તેમાં ૨૪ ટકા કરતાં વધુ ભાવ વધ્યા હતા.

આ વર્ષે પણ તમામ કોમોડિટી કોમ્પ્લેક્સોમાં યુક્રેન યુદ્ધ સાથે રશિયા પરના વેપાર પ્રતિબંધોએ અસંખ્ય ચાવીરૂપ બજારોમાં ખાસ કરીને ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ જેવી એનર્જી બજારો તેમજ કૃષિ બજારોમાં ઘઉ, ખાંડ, ખાધતેલ, મકાઇ જબ્બર ભાવ ઉછાળા આગળ વધી રહ્યા છે. અલબત્ત, આરંભમાં ભાવ વધારાની ગતિ વર્તમાન વર્ષે, પુરવઠા અછતને લીધે સ્થિર છે. એવું લાગી રહ્યું છે કે રશિયા પશ્ચિમના દેશો ખાસ કરીને યુરોપિયન યુનિયન અન્ય દેશો માટેની સપ્લાય રોકી દીધી છે, પણ ભારત અને ચીન જેવા દેશો રશિયન સપ્લાયનો ભરપૂર લાભ લઈ રહ્યા છે.

- Advertisement -

વર્તમાન વર્ષના બીજા અર્ધગાળામાં વૈશ્વિક નાણાં વયવસ્થા વધુ મુશ્કેલીમાં મુકાવાના સંયોગમાં જાગતિક કોમોડિટી માંગ નબળી પડશે, અર્થાત પ્રથમ અને બીજા ત્રિમાસિકમાં જે કાઇ સુધારો આવ્યો હશે તે ઠંડો પાડવાના સંયોગો વધી શકે છે. આટલુંજ નહીં યુક્રેનમાં યુધ્ધની સ્થિતિ જળવાઈ રહી છે, સાથે જ પ્રથમ ત્રિમાસિકમાં વાયાજદર વધવાની સંભાવનાઓ જોતાં એક તરફ સપ્લાય અછત સર્જાશે બીજી તરફ માંગ ઘટાડાનું જોખમ પણ વધશે.

જો સર્વાંગી રીતે જોઈએ તો ૨૦૨૩ના કોમોડિટી વર્ષમાં નકારાત્મક ઘટાનાઓ બજાર પર હાવી થશે. રશિયા તેના ચાવીરૂપ ગ્રાહકોને સપ્લાયમાં કાપ મૂકવાનું ચાલુ રાખશે અથવા વૈશ્વિક અર્થતંત્રો ધીમા પડશે, તે સ્થતિમાં બોરોઇન્ગ કોસ્ટ વધશે આખરે તેની અસર ગ્રાહકોના સનેટિમેન્ટ પર પડશે. આ બધા ઉપરાંત ચીન જે રીતે યુદ્ધ મોરચે પોતાના તેવર બતાવી રહ્યું છે તે જોતાં કોમોડિટીના ફંડામેનટલ્સ મક્કમ થતા રહી, ભાવને ઉપર જવાનો માર્ગ મોકળો કરશે.

આ આ તબક્કે મોટાભાગના એનાલિસ્ટો એ વાતે સહમત છે કે ૨૦૨૩માં કોમોડિટીના ભાવ ગતવર્ષની તુલનાએ નીચી સપાટીએ જવા પ્રયાસ કરશે. ઉદાહરણ તરીકે જોઈએ તો જેપી મોર્ગન બેન્કે ક્રૂડ ઓઇલ માટેની વાર્ષિક ભાવ સરેરાશ ૨૦૨૨ના આરંભે ૯૦ ડોલર મૂકી હતી તે સતત વધારતા જઈને આખરે ૧૦૪ ડોલરની આગાહી કરી હતી. પણ ૨૦૨૩માં આ સરેરાશ ઘટાડીને ૯૮ ડોલર મૂકી છે. તેઓ માને છે કે ૨૦૨૩ મધ્ય સુધીમાં રાશિયાનું ક્રૂડ ઓઇલ ઉત્પાદન સામાન્ય બની જશે, એ સ્થિતિમાં સરેરાશ ભાવમાં ૮ ડોલરનો ઘટાડો શક્ય છે.

- Advertisement -

એનાલિસ્ટો પૂછી રહ્યા છે કે શું ગોલ્ડમેન સાસએ કરેલી આગાહીઓ સાચી પડવી સંભવિત છે? કોમોડિટી કોમ્પલેક્સમાં સોના ચાંદી અને અન્ય કીમતી ધાતુ હકારાત્મક રિટર્ન આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. અમેરિકા અને યૂરોપમાં મંદીના વાયરા લાંબો સમય જળવાઈ રહેશે, એવા અનુમાન પર રોકાણકારો પોતાની બચતને સાચવી રાખવા સોનાચાંદીમાં સરણ લેશે. પરિણામે ગત નવેમ્બરથી વધવા શરૂ થયેલા સોનાચાંદીના ભાવ વધુ વધવા સંભવિત છે.

સેન્ટ્રલ બેન્કોએ પણ તાજેતરના મહિનાઓમાં સોનાની સારી એવી ખરીદી કરી છે. સાક્ષો બેન્કના કોમોડિટી સ્ટ્રેટેજિસ્ટ ઓલે હેન્સન કહે છે કે ગતવર્ષે જગતની અસંખ્ય બેન્કોએ ડી–ડોલરાઈઝેશન (વિદેશી હૂંડિયામણ અનામત ડોલર ઓછા કરવા) કર્યું ત્યાર પછી તેમણે વિક્રમ સોનાની ખરીદી કરી હતી, તેમનું આ વલણ વર્તમાન વર્ષે પણ જળવાઈ રહેશે. આ જોતાં સોના ચાંદીમાં તેજી જળવાઈ રહશે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular