Friday, June 5, 2026
HomeGujaratઅમરેલીના પોલીસકર્મીના લગ્નની કંકોત્રીના ચારે તરફ થઈ રહ્યાં છે વખાણ, જૂઓ શું...

અમરેલીના પોલીસકર્મીના લગ્નની કંકોત્રીના ચારે તરફ થઈ રહ્યાં છે વખાણ, જૂઓ શું છે ખાસ…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમરેલી: દેશ ડિજિટલ ક્રાંતિ માટે પ્રયત્નશીલ છે ત્યારે કેટલાક લેભાગુ તત્વો ડિજિટલ છેતરપિંડી માટે સક્રીય થયા છે. એવામાં લગ્નની કંકોત્રીથી લોકોને સાયબર ક્રાઈમ સામે જાગૃત કરવા માટે અમરેલીના પોલીસકર્મીએ (Amreli Policeman) કરેલી પહેલના ચારે તરફ વખાણ થઈ રહ્યા છે. પોલીસકર્મીએ મહેમાનોને 27 પાનાની ડિજિટલ કંકોત્રી (digital wedding invitation card) મોકલી લગ્નનું નિમંત્રણ આપ્યું છે જેમાં સાયબર ક્રાઈમથી બચવા(Cyber Crime Awareness) માટેની માહિતીઓ લખેલી જોવા મળે છે.

Digital Wedding Invitation card
Digital Wedding Invitation card

અમરેલીના પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી ધારા અને સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા નયન સાવલીયા 7 ફેબ્રુઆરીના રોજ લગ્નગ્રંથીથી જોડાવાના છે. ત્યારે પોલીસકર્મી નયને મહેમાનો માટે ખાસ 27 પાનાની ડિજિટલ નિમંત્રણ પત્રીકા તૈયાર કરી છે. જેમાં તેમણે લોકોને સાયબર ક્રાઈમથી અવગત કરવાનો પ્રયાસ કર્યો છે. નિમંત્રણ પત્રીકામાં તેમણે સાયબર ક્રાઈમની માહિતી અને તેનાથી બચાવના ઉપયોગો લખ્યા છે. જેમાં સાયબર ક્રાઈમ એટલે શું ? સાયબર ક્રાઈમથી બચી કેવી રીતે શકાય ? અને સોશિયલ મીડિયા, ઈ-મેઈલ, ઈન્સટન્ટ લોન એપ ફ્રોડ, ફેક કોલ ફ્રોડ અને ઑનલાઈન સેલિંગ ફ્રોડ સહિતની માહિતીઓ જોવા મળે છે.

- Advertisement -
Digital Wedding Invitation card
Digital Wedding Invitation card

અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નયન સાવલીયાની કંકોત્રીમાં સાયબર ક્રાઈમ જાગૃતિના સંદેશા વાંચી સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. સાથે જ અમરેલી પોલીસ વડા સહિતના અધિકારીઓએ પણ નયનના સરાહનીય પ્રયાસની પ્રશંસા કરી હતી.

Digital Wedding Invitation card
Digital Wedding Invitation card

Tag: Digital Wedding Invitation Card

Digital Wedding Invitation card

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular