નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટના ત્રંબા ખાતેની ગ્લોબલ આયુર્વેદિક કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં નબળી ગુણવત્તાના ભોજનનો મુદ્દો ઉઠ્યો છે. જેમાં વિદ્યાર્થીનીઓએ જીવજંતુ વાળા ખોરાકથી કંટાળી તંત્રને રજૂઆત કરી હતી. છતાં પણ નિરાકરણ નહીં થતા તેમણે કંટાળી કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતને રજૂઆત કરી હતી. જેમાં વિદ્યાર્થીનીઓેનો આક્ષેપ છે કે, તેઓને હોસ્ટેલમાં અખાદ્ય જીવજંતુ યુક્ત ખોરાક પીરસાતો હોય વિદ્યાર્થીનીઓ બહારનો ખોરાક ખાવા મજબુર બની છે.

રાજકોટની ભાગોળે ત્રંબા ખાતે આવેલી ગ્લોબલ આયુર્વેદિક કોલેજ ભોજનની ગુણવત્તાને લઈ વિવાદમાં આવી છે. આ મામલે વિદ્યાર્થીનીઓએ કોંગ્રેસના પ્રવક્તાઓ રોહિતસિંહ રાજપૂતને રજૂઆત કરતા મામલો ગરમાયો છે. રોહિતસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર તેમની પાસે વિદ્યાર્થીનીઓએ રજૂઆત કરી છે કે, ‘હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને ભોજનમાં જીવાત વાળો ખોરાક આપવામાં આવે છે. જેના કારણે હોસ્ટેલની 96 વિદ્યાર્થીનીઓને બહારથી ખોરાક લઈ ખાવો પડે છે. 15 દિવસથી પણ વધારે સમયથી આ સ્થિતીને કારણે વિદ્યાર્થનીઓએ કોલેજના તંત્રને રજૂઆત કરી હતી. પરંતુ ભોજનની ગુણવત્તા છતાં પણ અખાદ્ય રહી હતી. આખરે કંટાળી વિદ્યાર્થીનીઓએ મને રજૂઆત કરી છે.’

રોહિતસિંહે વધુંમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીનીઓને આક્ષેપ કર્યો છે કે, જ્યારે અમે એડમિશન લેવા માટે આવ્યા ત્યારે મીઠી-મીઠી વાતોમાં ભોળવી લીધા હતા. વર્ષે 72 હજાર રૂપિયા ફી ભરવા છતાં પણ ગુણવત્તા વિહીન ખોરાક આપવામાં આવે છે.
આ મામલે કોંગ્રેસ હોસ્ટેલના મેનેજમેન્ટને રજૂઆત કરવા સાથે કલેકટરને પણ રજૂઆત કરશે તેમ રાહિતસિહં જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે આ તમામ અખાદ્ય ચીજ વસ્તુઓના પુરાવા પણ અમને વિદ્યાર્થીનીઓએ આપ્યા છે. જે પુરાવા સાથે અમે કલેકટર અને કોલેજના મેનેજમેન્ટને રજૂઆત કરીશું. જો છતાં પણ ભોજનની ગુણવત્તામાં સુધારો જોવા નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








