૨૦૨૫મા પણ કાર્ગોના નૂરમાં કોઈ મોટો વધારો થવાની સંભાવના હાલ દેખાતી નથી
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ (Baltic Dry Index)શુક્રવારે સતત પાંચમા સત્રમાં વધ્યો હતો. છેલ્લા ત્રણ સપ્તાહમાં ૪.૨ ટકાના ઉછાળા સાથે ઇંડેક્સ ૧૦૭૨ રહ્યો હતો. ૧૯ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ તેણે ૯૭૮ પોઈન્ટનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. જહાજી નૂરના એક બ્રોકરે કહ્યું હતું કે ૨૦૨૪મા ડ્રાય બલ્ક માર્કેટ મોટે ભાગે ચીનમાં નૂર વગરના જહાજોનો સ્ટોક વધ્યો હતો, બીજી તરફ ગલ્ફ વોરને લીધે લાંબા અંતરના જહાજી માર્ગને પગલે વધેલા નૂરે, નૂરબજારનો આખો વ્યવહાર બદલી નાખ્યો હતો. ભલે જહાજોનો પુરવઠો વધ્યો હોય, પણ આ બધા ફન્ડામેન્ટલ્સએ નૂરની આવકની નકારાત્મકતાને વધારી નાખી હતી.
પાછલા પાંચ ટ્રેડિંગ સત્રમાં આયર્ન ઓર અને કોલસા જેવા કાચામાલોનું વહન કરતાં કેપસાઇઝ જહાજોની નૂર માંગ વધતાં કેપસાઇઝ ઇંડેસ્ક ૧૧૪ પોઈન્ટ વધીને ૧૩૭૫ પોઈન્ટ મુકાયો હતો. ૬૦થી ૭૦ હજાર ટન કોલસો જથ્થાબંધ અનાજનું વહન કરતાં પનામેક્સ જહાજનો ઇંડેક્સ ૪૦ પોઈન્ટ વધીને, ૧૧ ડિસેમ્બર પછીની નવી ઊંચાઈએ ૧૦૪૦ પોઈન્ટ મુકાયો હતો. દરમિયાન સુપ્રામેક્સ ઇંડેસ્ક સતત ૧૬ ટ્રેડિંગ સત્રમાં ૧૫ પોઈન્ટ ઘાટીને ૮૮૪ પોઈન્ટ થયો હતો.
તમામ પ્રકારના મલવાહક જહાજોને નૂર મળવામાં મુશ્કેલી સર્જાતાં બાલ્ટિક ડ્રાય ઇંડેકસમા ૨૦૧૪ પછી, પહેલી વખત ૨૦૨૪મા ૫૨.૫ ટકાનું ગાબડું પડ્યું હતું. ટ્રેડિંગ ઇકોનોમિકસે ભેગા કરેલા આંકડા કહે છે કે કેપસાઇઝ ઇંડેક્સ ગતવર્ષે ૬૬.૭ ટકા ઘટ્યો હતો. પાનમેક્સ ૪૮.૭ ટકા તૂટયો હતો. ચીનમાં કોલસા અનામત તેની વિક્રમ ઊંચાઈએ પહોંચી હતી, સામે જાગતિક અર્થવ્યવસ્થા હાલકડોલક હોવાથી વપરાશના ડાયનેમિક્સ નબળા પડ્યા હતા. ૨૦૨૫મા પણ કાર્ગોના નૂરમાં કોઈ મોટો વધારો થવાની સંભાવના હાલ દેખાતી નથી. નૂર દલાલો કહે છે કે મોટા માલવાહક જહાજોના માલિકોને ગતવર્ષ જેટલી પણ કમાણી સંભવિત નથી. ખાસ કરીને વધારના ડેડવેઇટ (જહાજોમાં નહીં ભરાયેલા માલોના ઢગલા)ને હળવા કરવા એ પણ એક મોટો પડકાર છે.
માલવાહક જહાજના માલિકો એવું માનતા હતા કે ૨૦૨૪ના ચોથા ત્રિમાસિકમાં નૂરબજાર મજબૂત થશે તો બધુ સરભર કરી નાખશું, પણ કેપસાઇઝ માર્કેટ જ મૂળે ધસવા લાગી હતી. પાનમેક્સ અને અન્ય નાના જહાજોમા પણ કોઈ ભલીવાર જોવા મળ્યો ના હતો. બરાબર આ જ સમયે ફિચ રેટિંગ એજન્સી ડિસેમ્બરમાં એવી આગાહી કરી કે ૨૦૨૫મા ડ્રાય બલ્ક કેરિયર અને ટેન્કર ઉધ્યોગ ક્ષેત્રની સ્થિરતા જળવાઈ રહેશે.
ફિચ રેટિંગ એજન્સી તો ત્યાં સુધી કહ્યું હતું કે ૨૦૨૫મા અમેરિકમાં નવી સરકાર રચાય ત્યારે ટ્રમ્પ ટેરિફ જો ઉપાડો લે તો જાગતિક વેપાર નીતિમાં ધરખમ ફેરફારો આવી શકે છે. આમ થાય તો માલવાહક જહાજોની માંગમાં પણ ઘટાડો થઈ શકે છે. એવું બને કે આવનારા દિવસોને ધ્યાનમાં રાખીને ટૂંકાગાળામાં સપ્લાય ચેઇન ભરવા માટેની જહાજી માંગ વધે.
નૂરબજારમા અનિશ્ચિતતાઓ ખૂબ વધી રહી છે. વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ પુન: પરત આવી રહ્યા છે, અને રશિયા યુક્રેન વોર જો ખમૈયા કરે તો નૂર દલાલો માને છે કે લાલ સાગર અને સુએઝ કેનાલ ફરી ખૂલી જાય અને જહાજી માર્ગો અત્યારે જે ખૂબ લાંબા થયા છે, તેમાં ઘટાડો થાય અને નૂરભાવ પણ ઘટી શકે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








