Friday, May 1, 2026
HomeNationalNDMA Alert : ગમે ત્યારે મોબાઈલ ફોનમાં જોરથી સાયરન વાગશે, સરકાર કરે...

NDMA Alert : ગમે ત્યારે મોબાઈલ ફોનમાં જોરથી સાયરન વાગશે, સરકાર કરે છે ખાસ ટેસ્ટિંગ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ડેસ્ક : જો આપના મોબાઈલ ફોનમાં જોરદાર સાયરન વાગવા લાગે અને મોટો અવાજ આવે તો તમારે ગભરાવાની જરૂર નથી. ભારત સરકાર દેશમાં એક નવી ડિઝાસ્ટર વૉર્નિંગ સિસ્ટમ એટલે કે ‘સેલ બ્રૉડકાસ્ટ એલર્ટ’ (Cell Broadcast Alert) ટેસ્ટ કરી રહી છે. NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) આ ટેસ્ટ કરી રહી છે.

આવતીકાલે 2 મે 2026ના રોજ આપના વિસ્તારમાં આ ટેસ્ટિંગ કરવામાં આવશે. મેસેજમાં સ્પષ્ટ લખ્યું હશે કે, National Disaster Management Authority આપના વિસ્તારમાં સેલ બ્રૉડકાસ્ટ એલર્ટનું પરીક્ષણ કરી રહી છે. આ મેસેજ મળવા પર તમારે કોઈ પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. કૃપા કરીને ગભરાશો નહીં. ભવિષ્યમાં સુનામી, ભૂકંપ, વીજળી પડવી કે ગેસ લીકેજ જેવી કુદરતી કે માનવસર્જિત આફતના સમયે લોકોના જીવ બચાવવા માટે સરકાર આ સિસ્ટમ તૈયાર કરી રહી છે. આ સિસ્ટમ દ્વારા સેકન્ડોમાં લાખો લોકોના મોબાઈલ પર સીધો મેસેજ મોકલી શકાશે. જેથી તેઓ સમયસર સુરક્ષિત સ્થળે પહોંચી શકે.

- Advertisement -

જ્યારે આ એલર્ટ આવશે, ત્યારે તમારો ફોન સાયલન્ટ મોડ પર હશે તો પણ તેમાં મોટેથી એલાર્મ વાગશે અને સ્ક્રીન પર ફ્લેશ મેસેજ દેખાશે. આ ટેસ્ટિંગ C-DOT દ્વારા વિકસિત સ્વદેશી ‘સચેત’ (SACHET) સિસ્ટમ હેઠળ કરવામાં આવી રહ્યું છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular