Saturday, May 23, 2026
HomeGujaratસુરતના NGO ની આડમાં ચાલતા નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ, અમદાવાદ અને...

સુરતના NGO ની આડમાં ચાલતા નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ, અમદાવાદ અને સુરતમાંથી પકડાઈ 2.10 કરોડોની નકલી નોટો

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Crime Branch Ahmedabad) બુધવારની રાતે અમરાઈવાડી વિસ્તારમાં ઑપરેશન હાથ ધરીને 2.10 કરોડથી વધુ રકમની નકલી ચલણી નોટો (Fake Indian Currency Notes) કબજે કરી છે. સુરતની એક ટોળકી પોલીસના હાથે ઝડપાતા એક એનજીઓની સંડોવણી સામે આવી છે. સુરતના શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના પાટીયાવાળી કારમાં મહિલા સહિત 7 શખસો મોટી માત્રામાં નકલી ચલણી નોટોનો જથ્થો લઈને અમદાવાદ આવ્યા હતા. પ્રિન્ટરમાં પ્રિન્ટ કરાયેલી 500 રૂપિયાની નકલી નોટોના કેસના તાર સુરતની એનજીઓ સાથે જોડાયેલા મળતા આગામી સમયમાં મોટા ઘટસ્ફોટ થાય તો નવાઈ નહીં.

સુરતથી નકલી નોટો આપવા ટોળકી નીકળી

- Advertisement -

સુરત ખાતેથી ફોર્ચ્યુનર કારમાં એક મહિલા સહિત કેટલાંક શખસો નકલી નોટોનો જથ્થો લઈને અમદાવાદમાં ડિલિવરી કરવા નીકળ્યા છે. ક્રાઈમ બ્રાંચના પીઆઈ એસ. જે. જાડેજા (PI S J Jadeja) ની ટીમને બાતમી મળતા ચાર ટીમ બુધવારે મોડી રાતે અમરાઈવાડી વિસ્તારમાં પહોંચી ગઈ હતી. ટૉરેન્ટ પાવર નજીકથી એક ફોર્ચ્યુનર કારને અટકાવી તલાશી લેતાં તેમાંથી 2.10 કરોડની નકલી નોટો મળી આવતા કબજે કરાઈ છે. કબજે કરાયેલી 500 રૂપિયાની 42 હજારથી વધુ નોટો સાથે પકડાયેલા આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં નકલી ચલણી નોટોના કનેકશનમાં સુરતના શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન (Shree Satyam Yog Foundation) નું નામ સામે આવ્યું છે.

સુરતમાંથી પ્રિન્ટર અને નકલી નોટો મળી

અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સત્યમ યોગ ફાઉન્ડેશનની જાણકારી મળતા તુરંત સુરત શહેર પોલીસનો સંપર્ક કરાયો હતો. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સુરત ખાતે એક મકાનમાં નકલી નોટો છપાતી હોવાની માહિતી સામે આવી હતી. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની એક ટીમ સુરત ખાતે દોડી ગઈ હતી. સુરત પોલીસની મદદથી એક મકાનમાં રહેલું પ્રિન્ટર અને 500 રૂપિયાની નકલી નોટો કબજે કરી હતી.

- Advertisement -

એનજીઓની આડમાં નકલી નોટોનો ધંધો ?

એનજીઓની આડમાં નકલી નોટો છાપવાનો તેમજ હેરફેરનો સામે આવેલા કિસ્સાએ ઇતિહાસ રચ્યો છે. પોલીસ ઇતિહાસમાં પ્રથમ વખત નકલી ચલણી નોટોના કેસમાં એનજીઓનું નામ સામે આવ્યું છે. નકલી નોટોની હેરફેર કરવામાં સંડોવાયેલી ટોળકીમાં હીરા ઘસુ, એમ્બ્રોડરી વર્ક સાથે સંકળાયેલા શખસો સામેલ છે. નકલી નોટોનો વેપાર કોણ કરે છે અને કોને સપ્લાય થાય છે તેની તપાસ પોલીસ ચલાવી રહી છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular