Friday, September 22, 2023
HomeGeneralએલોન મસ્કની ટ્વિટર ડીલ પર લાગ્યું 'ગ્રહણ', આ છે મોટું કારણ

એલોન મસ્કની ટ્વિટર ડીલ પર લાગ્યું ‘ગ્રહણ’, આ છે મોટું કારણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ટેસ્લાના ચીફ એલોન મસ્કે આજે જણાવ્યું હતું કે તેમની 44 અબજ ડોલરની ટ્વિટર ખરીદીની ડીલ હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. એલોન મસ્કે કહ્યું છે કે, સ્પામ અને ફેક એકાઉન્ટના મુદ્દે ડીલ અટકી પડી છે. એલોન મસ્કે ટ્વીટ કર્યું હતું કે: “ટ્વિટર સોદાને અસ્થાયી રૂપે મુલતવી રાખવામાં આવ્યો છે, કારણ કે સ્પામ અથવા ખોટા એકાઉન્ટ્સની ગણતરી અંગેનો ડેટા હજી સુધી મળ્યો નથી, જે ચોક્કસપણે વપરાશકર્તાઓના 5% કરતા પણ ઓછો છે.”



ગયા મહિને સોશિયલ મીડિયા જાયન્ટ ટ્વિટરે પોતાને 44 અબજ ડોલરમાં એલોન મસ્કને વેચવાનો નિર્ણય કર્યો હતો. સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ટ્વિટરના શેરમાં 20 ટકાનો ઘટાડો થયો છે. ટ્વિટરે આ મામલે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી. કંપનીએ આ મહિનાની શરૂઆતમાં ગણતરી કરી હતી કે પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેના ખોટા અથવા સ્પામ એકાઉન્ટ્સ સક્રિય વપરાશકર્તાઓના 5% કરતા પણ ઓછા છે જેમને મુદ્રીકૃત કરી શકાય છે.

કંપનીએ એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી એલોન મસ્ક સાથેનો સોદો પૂરો નહીં થાય ત્યાં સુધી તેમને અનેક પડકારોનો સામનો કરવો પડશે, જેમાં જાહેરાતકારો ટ્વિટર પર ખર્ચ કરવાનું ચાલુ રાખશે કે કેમ તે સહિતની બાબતોનો સમાવેશ થાય છે. એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ છે. તેમણે કહ્યું કે તેમની પ્રથમ અગ્રતા પ્લેટફોર્મ પરથી “સ્પામ બોટ્સ” ને દૂર કરવાની રહેશે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular