Sunday, June 28, 2026
HomeGeneralદિલ્હી પોલીસે AAPના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને બેડ કેરેક્ટર જાહેર કર્યા, કહ્યું- તે...

દિલ્હી પોલીસે AAPના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને બેડ કેરેક્ટર જાહેર કર્યા, કહ્યું- તે હેબિચ્યુઅલ ગુનેગાર છે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને દિલ્હી પોલીસે બેડ કેરેક્ટર જાહેર કર્યા છે. 30 માર્ચે ડીસીપીએ અમાનતુલ્લાહ ખાનને બેડ કેરેક્ટર બનાવવાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. અમાનતુલ્લાહ સામે ૧૮ ગુનાહિત કેસ નોંધાયેલા છે. પોલીસનો દાવો છે કે અમાનતુલ્લાહ એક હેબિચ્યુઅલ ગુનેગાર છે. જમીન પચાવી પાડવાના અને લોકો પર હુમલો કરવાના કિસ્સાઓ છે. 28 માર્ચના રોજ, એસએચઓ જામિયા નગર દ્વારા અમાનતુલ્લાહ ખાનને ગ્રૂપ એના બેડ કેરેક્ટર બનાવવા માટે એક દરખાસ્ત જારી કરવામાં આવી હતી. જેને 30 માર્ચે ડીસીપીએ મંજૂરી આપી હતી.



દક્ષિણ દિલ્હીના મદનપુર ખાદરમાં ગેરકાયદે અતિક્રમણ દૂર કરવાની MCDની કાર્યવાહીનો વિરોધ કરનાર આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા છે. સરકારી કામમાં અડચણ ઉભી કરવા અને લોકોને ઉશ્કેરવાના આરોપસર ગઈકાલે દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરી હતી. તે જ સમયે, ખાનની ધરપકડના વિરોધમાં દક્ષિણ દિલ્હીના શાહીન બાગ, કાલિંદી કુંજ સહિત ઓખલાના તમામ બજારો આજે બંધ રહેશે.

ગઈ કાલે નોંધાયેલી એફઆઈઆરમાં ‘આપ’ના ધારાસભ્ય પર રમખાણો ભડકાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. ગઈ કાલે અમાનતુલ્લા ખાન પોતાના સમર્થકો સાથે MCDની અતિક્રમણ વિરોધી કાર્યવાહીના વિરોધમાં પોતાના સમર્થકો સાથે મદનપુર ખાદર પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક લોકો દ્વારા એમસીડીના સ્ટાફ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ભીડને કાબૂમાં લેવા માટે દિલ્હી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આપના ધારાસભ્ય ઉપરાંત અન્ય 6 લોકો સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular