નવજીવન ન્યૂઝ. આણંદ: ગુજરાતનાં આણંદ જીલ્લામાં રહસ્યમયી રીતે આકાશ માંથી ગોળા જેવી વસ્તુઓ પાડવાની ઘટના સામે આવી છે. આણંદના ખંભોળજ, ભજેલ અને રામપુરા વિસ્તારોમાં આકાશમાંથી રહસ્યમયી ગોળાઓ જમીન ઉપર પડ્યા હતા જેના કારણે સ્થાનિક લોકોમાં ભય સાથે કુતૂહલનો પણ માહોલ જોવા મળ્યો હતો. આકાશમાંથી જમીન પર પડેલા રહસ્યમયી ગોળને જોવા માટે સ્થાનિકોના તોલે ટોળાં ઉમટી આવ્યા હતા. જો કે આ ઘટનામાં એક સારી બાબત એ છે કે કોઈ જાનહાનિ થઈ ન હતી.
આણંદ જિલ્લાના ઉમરેઠ અને ભાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અચરજ પમાડે તેવી ઘટના સર્જાઈ હતી. અલગ અલગ ત્રણ સ્થળોએ આકાશમાંથી ગોળ દડા જેવી વસ્તુઓ જમીન ઉપર પડી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. પ્રાથમિક અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે આ ગોળા અવકાશમાં તરી રહેલી બંધ સેટેલાઈટ પૈકી કોઈ સેટેલાઈટ હિસ્સા હોય શકે છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ અલગ અલગ એજન્સીને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. આકાશમાંથી પડેલા પદાર્થ દ્વારા કોઈને ઇજા પહોંછી હોય તેવા કોઈ અહેવાલ મળ્યા નથી. જો આ પદાર્થ હાઈ-વે અથવા ગામમાં પડ્યા હોત તો જાનહાનિ થવાની શક્યતાઓ હતી, પરંતુ સદનસીબે એવી કઈ થયું ન હતું.
મહત્વની વાત છે કે આ પહેલા 2 એપ્રિલ 2022ના રોજ મહારાષ્ટ્રના લાડબોરી ગામમાં પણ આ પ્રકારે ઉલ્કાપિંડ જેવું કંઈક પડ્યાની ઘટનાની નોંધ કરી હતી. ગામના લોકોને એરોપ્લેન જેવા અવાજ સાથે વિસ્ફોટ પણ જોવા મળ્યાનું અહેવાલો પરથી માલુમ પડે છે. બાદમાં આ અજ્ઞાત વસ્તુ સેટેલાઈટના ટુકડા હોવાનું બહાર આવ્યું હતું. જાન્યુઆરી 2016માં વિયેતનામ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, સ્પેન અને તુર્કીમાં યેન બાઈમાં આવી જ ઘટનાઓ નોંધાઈ હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.