Thursday, April 23, 2026
HomeGeneralઅમરેલીનું દુધાળા ગામ હિબકે ચઢ્યુંઃ નારણ સરોવારમાં 5 કિશોરો ડુબી જતાં મોત,...

અમરેલીનું દુધાળા ગામ હિબકે ચઢ્યુંઃ નારણ સરોવારમાં 5 કિશોરો ડુબી જતાં મોત, પરિવારના નજર સામે હસ્તા રમતા છોકરાઓની લાશ જોઈ આક્રંદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમરેલીઃ અમરેલીના લાઠી નજીક આવેલા દુધાળા ગામના નારાયણ સરોવરમાં 5 કિશોરો ડૂબી ગયાની વિગતો મળતા તેમને શોધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી જેમાં પાંચેય કિશોરોના મૃતદેહ મળી આવતા સહુ કોઈ સ્તબ્ધ બની ગયા હતા. ગામના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. લગભગ આજે બપોરના સમયમાં કિશોરો નારાયણ સરોવરમાં ન્હાવા માટે ગયા હતા. જોકે તે પછી તેઓ ક્યાં ગયા તેની કોઈને જાણ થઈ ન્હોતી, આ દરમિયાનમાં લોકો સાવ ગભરાઈ ગયા હતા. તંત્રએ આ અંગેની માહિતી મળતા સરોવરમાં તેમને શોધવાની તજવીજ શરૂ કરી, જેમાં તેમને કિશોરોની લાશ મળતા પરિવારના તમામ માટે વજ્રઘાત સમાન ફાડકો પડ્યો હતો.



દુધાળા ગામ નજીકના નારણ સરોવરમાં 5 કિશોરો ડુબી ગયા હોવાની વાત આસપાસમાં ફેલાવા લાગતા અહીં લોકોના ટોળા ઉમટ્યા હતા. કલાકો સુધી તંત્રએ શોધખોળ કરી હતી. રેસ્ક્યૂની કામગારી દરમિયાન લાઠીના ઈન્ચાન્જ મામલતદાર અને પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે અહીંના સ્થાનીક તરવૈયાઓની મદદ લીધી હતી. જોકે જ્યારે તેમને પાંચેય કિશોરો મૃત અવસ્થામાં મળ્યા ત્યારે તમામે નિસાસો નાખ્યો હતો. કારણ તમામે તેમને શોધવાની મહેનત સતત ચાલુ રાખી હતી કારણ તેઓ તેમને જીવતા જોવા માગતા હતા. તેમના પરિવારને સંતાન સલામત મળે તેવી આશાઓ સાથે કામ કરતા હતા. આ પાંચેય કિશોરો દુધાળાના જ રહેવાશી હોવાને કારણે ગામમાં ડરામણી શાંતિનો આભાસ થતો હતો, જોકે જ્યારે તેમના મૃતદેહ મળ્યા ત્યારે ગામ આખું જાણે શોકમાં સરી પડ્યું હોય તેવી સ્થિતિ હતી.

મૃતકોના નામ

- Advertisement -

વિશાલભાઈ મનીષભાઈ મેર (ઉંવ. 16)
નમનભાઈ અજયભાઇ ડાભી (ઉંવ. 16)
રાહુલભાઈ પ્રિવીણભાઈ જાદવ (ઉંવ. 16)
મિત ભાવેશભાઈ ગળથીયા (ઉંવ. 17)
હરેશભાઇ મથુરભાઈ મોરી (ઉવ. 18)


- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular