નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા આજે સિમ્સ હોસ્પિટલ ખાતે યોજાયેલા સમારંભમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. આંગદાન કરેલા વ્યક્તિઓના પરિવારને સન્માન કરવાનો આ કાર્યક્રમ હતો, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાના આગવા અંદાજમાં વક્તવ્ય અવપ્યું હતું. તેમણે મુખ્યમંત્રી બનાયા પછી પોતાના આગવા અંદાજમાં હળવી મજાક સાથેના વકતાવ્યો માટે જાણીતા છે.
આજે સિમ્સ હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે 27 જેટલી સફળ સર્જરી માટે સિમ્સ હોસ્પિટલના ડોક્ટર્સને મુખ્યમંત્રીએ બિરદાવ્યા હતા તેમજ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવું જીવન મેળવનારા અને પોતાના સ્વજનોનું આંગદાન કરવા વાળા પરિવારજનોનું સન્માન પણ મુખ્યમંત્રીએ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ રમુજ કરતાં વક્તવ્ય આપ્યું હતું કે, હું ક્યાય રેસમાં ન હતો તેમ છતાં આજે સીએમ છું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની સિમ્સ હોસ્પિટલ દ્વારા આયોજીત સમારોહમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવજીવન મેળવનાર 8 વ્યક્તિઓનું અને પોતાના સ્વજનના અંગદાન કરનારા પરિવારજનોનું સન્માન કર્યું તથા 27 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનાર સિમ્સ હોસ્પિટલના તબીબોને બિરદાવ્યા હતા. pic.twitter.com/DjcLQTt3YG
— Gujarat Information (@InfoGujarat) March 26, 2022
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, “આજનો સમય સ્પર્ધાનો સમય છે જેમાં સૌ કોઈ આગળ રહેવા માગે છે. જ્યારે તમે ગાડી ચલાવો છો ત્યારે કેટલાય લોકો તમારી આગળ હોય છે અને કેટલાક લોકો તમારી પાછળ હોય છે. તેવામાં આજુબાજુ ગાડી ચલાવતા લોકો સાથે શા માટે સ્પર્ધા કરવી જોઈએ? આજે મારા જ જીવનનો દાખલો જુઓ, તો હું કોઈ પણ સ્પર્ધામાં હતો નહીં તેમ છતાંય આજે રાજ્યનો મુખ્યમંત્રી છું. ખોટા કારણ વિના લોકો આગળ રહેવાની દોટ મૂકે છે અને તેનાથી તેઓ પીડાય છે” મુખ્યમંત્રીના આ નિવેદન બાદ કાર્યક્રમમાં હજાર સૌ કોઈ હસી પડ્યા હતા અને તાળીઓ પડી હતી.
![]() |
![]() |
![]() |











