Saturday, September 12, 2026
HomeGujaratAhmedabadગુજરાતમાં કુપોષણથી પિડાતા બાળકોના ચોંકાવનારા આંકડા આવ્યા સામે, દેશમાં ગુજરાત બીજા ક્રમાંકે

ગુજરાતમાં કુપોષણથી પિડાતા બાળકોના ચોંકાવનારા આંકડા આવ્યા સામે, દેશમાં ગુજરાત બીજા ક્રમાંકે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં આરોગ્ય (Health) વિભાગની સ્થિતી ઘણા સમયથી કથળી હોવાનો આરોપ લાગી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા બાળકોના પોષણ માટે તથા ગર્ભવતી મહીલાઓની કાળજી પુરતાં પ્રમાણમાં નથી લેવાતી તેવા આરોપ કોગ્રેસે (Gujarat Congress) લગાવ્યા છે. જેમાં ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કુપોષિત બાળકોના (malnourished children) ચોકાવનારા આંકડા સામે આવ્યા છે.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્કરે આ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સિવિયર એક્યુટ માલન્યુટ્રીશનથી પાંચ વર્ષથી નાના હજારો બાળકો પીડાઈ રહ્યા છે. જેના લીધે તેમને ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 41,632 કુપોષિત બાળકોને ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. બાળકો ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે આવે છે. કુપોષિત બાળકોની સંખ્યામાં છેલ્લા ત્રણ વર્ષમાં બમણો વધારો નોધાયો છે જે ખુબ જ ગંભીર બાબત છે. આ રોગના આંકડાની વાત કરીએ તો સિવિયર એક્યુટ માલન્યુટ્રીશનને લીધે વર્ષ 2020-21માં 9606, વર્ષ 2021-22માં 13048 અને વર્ષ 2022-23માં 18978 બાળકો ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

- Advertisement -

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરેરાશ 12 લાખ બાળકોના જન્મ સમયે 30 હજારથી વઘુ બાળકોના મૃત્યુ થયું છે. છેલ્લા પાંચ વર્ષમાં 7,15,515 બાળકો કુપોષિત છે. જાહેર હિતને બદલે જાહેરાતોમાં રચતા આરોગ્ય વિભાગ નવજાત બાળકો-ગર્ભવતી મહિલાઓ યોગ્ય અને પુરતી સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યા છે. ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાતની વાતો કરતી ભાજપ સરકારમાં પાંચ વર્ષથી નાના હજારો બાળકોને માતાની કોખમાં ઉછેર અને કુદરતી પોષણએ બદલે રિહેબિલિટેશન સેન્ટર દાખલ થવું પડી રહ્યું છે, વાઈબ્રન્ટ ગુજરાતમાં કુપોષિત બાળકોની વધતી જતી સંખ્યા ગુજરાત માટે ચિંતાનો વિષય છે. પોષણ અભિયાનોના નામે કરોડો રૂપિયા ક્યાં ગટર થઈ જાય છે ? તે તપાસ નો વિષય છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular