Thursday, April 16, 2026
HomeGeneralઉનામાં છમકલાં મામલે 70 લોકોની અટકાયત, શું કહે છે ગીર સોમનાથ એસ.પી....

ઉનામાં છમકલાં મામલે 70 લોકોની અટકાયત, શું કહે છે ગીર સોમનાથ એસ.પી. ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: Una Violence Case: રાજ્યમાં રામનવમીના દિવસે વડોદરા (Vadodara) અને ઉનામાં જૂથ અથડામણના (Una Group Clash) સમાચાર આવ્યા હતા. જેમાં ઉનામાં કાજલ હિન્દૂસ્તાનીએ તેજાબી ભાષણ (Kajal Hindustani Speech)આપી શાંતિ ડહોળવાનું કામ કરી નાખ્યા બાદ મામલો તંગ બન્યો છે. ગતરોજ કાજલ હિન્દૂસ્તાનીના ભાષણ મામણે બંને જૂથે પોલીસની હાજરીમાં સમાધાન કર્યા બાદ સાંજના સમયે પથ્થરમારાનો (Stone Pelting) બનાવ સામે આવ્યો હતો. વાતાવરણમાં તંગદીલી સર્જાતા રાત્રિના સમયે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ (Gir Somnath Police) કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે મામલે હાલ સુધી 70 જેટલા લોકોની અટકાયત થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.

Una Ram Navami Violence
Una Ram Navami Violence

ગતરોજ રાત્રિના સમયે ઉનામાં શાંતિપૂર્ણ માહોલ રહેશે તેવી શક્યતાઓ વચ્ચે તંગદિલી ફેલાઈ હતી. બપોરે હિન્દૂ-મુસલમાન બંને જૂથના આગેવાનોએ તું… તું… મેં…મેં… બાદ પોલીસની હાજરીમાં સમાધાન કર્યું હતું. સુખદ સમાધાનના સમાચાર મળતા જ ઉનામાં શાંતિ જળવાયેલી રહેશે તેવી પોલીસને આશા હતી. પરંતુ બાદમાં મામલો બિચક્યો અને સાંજ થતા જ પથ્થમારાની ઘટના સામે આવી હતી. જેમાં કુંભારવાડા અને ભોંયવાડા વિસ્તારમાં પથ્થરમારા અને સોડા બોટલ ફેંકવાની ઘટના જોવા મળી હતી. ઘટનાની જાણ થતા જ ગીર સોમનાથ પોલીસને કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઉચ્ચ અધિકારીઓ પણ સફાળા જાગ્યા હતા અને કાર્યવાહી માટે દોડી ગયા હતા. જેમાં મોટી સંખ્યમાં આરોપીઓની અટકાયત કરી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળે છે. પરંતુ આ વાતને હજૂ કોઈ સત્તાવાર બળ મળતું નથી.

- Advertisement -
Una Violence Gir Somnath SP
Una Violence Gir Somnath SP

ગત રાત્રિના સમયથી જ ગીર સોમનાથમાં પોલીસ અને એસ.આર.પી.એફ.ની ટૂકડીઓ બંદોબસ્ત માટે ઉતારી દેવામાં આવી હતી. ત્યારે આજરોજ સમાચાર મળી રહ્યા છે કે ગીર સોમનાથ પોલીસને 70 જેટલા લોકો પથ્થરમારાની ઘટના બાબતે અટકાયત કરી છે. આ બાબતે ઈન્ચાર્જ એસ.પી. શ્રીપાલ શેષમા સાથે વાત કરતા તેઓએ હાલ પુરતી કોઈ માહિતી આપી શકાય નથી તેમ જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે હાલ તપાસ ચાલતી હોય ગોપનિયતાને ધ્યાને રાખી કોઈ વિગતો આપી શકાય નહીં. પરંતુ સ્થિતી કાબૂમાં છે અને કાર્યવાહી પૂર્ણ થતા માહિતી જાહેર કરવામાં આવશે.

Una Police
Una Police

આમ ઉનામાં રેન્જ આઈ.જી. સહિત ગીર સોમનાથ ઈન્ચાર્જ એસ.પી. સહિત એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમ પણ તૈનાત છે. સાથે જ એસ.આર.પી. અને મોટી સંખ્યામાં પોલીસદળનો ભારે બંદોબસ્ત સમગ્ર ઉનામાં ખડકી દેવાયો છે. છતાં પણ ઉનાના વાતાવરણમાં અજંપાભરી શાંતિ હોય તેવો ભાષ થઈ રહ્યો છે.

TAG: Gir Somnath News, Una Violence Case, Una Ram Navami Clash, Kajal Hindustani Speech

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular