નવજીવન ન્યૂઝ, વડોદરા : Vadodara Violence: વડોદરામાં રામનવમી નિમિત્તે રામજીની શોભાયાત્રા (Ram Navami Shobha Yatra) પર થયેલા પથ્થરમારા (Stone Pelting) બાદ શહેરમાં સ્થિતિ હજુ પણ અજંપાભરી છે. જોકે પથ્થરમારા કરનારા 23 વધુ શખ્સોની વડોદરા પોલીસે (Vadodara Police)ધરપકડ કરી આરોપીઓને રિમાન્ડ પર મોકલી દેવાયા છે. એક જ દિવસમાં બે વિસ્તારોમાં પથ્થરમારાની ઘટનાથી વડોદરાની શાંતિ ડહોળાઇ હતી અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. બે દિવસ બાદ પણ પોલીસ તોફાન ફાટી (Vadodara Riots) નીકળેલા વિસ્તારોમાં ખડેપગે તૈનાત છે. સોશિયલ મિડિયા પર ભડાકાઉ ભાષણ (Social Media Post) મૂકી વાતવરણને બગાડનારા તત્વો સામે હવે વડોદરા સાયબર ક્રાઇમે (Vadodara Cyber Crime) લાલઆંખ કરી છે. ભડકાઉ પોસ્ટ ફેસબુક પર મૂકનાર એક શખ્સની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.
વડોદરાના કુંભારવાડા અને પાજરીગર મોહલ્લા જયાં પથ્થમારાની ઘટના સામે આવી હતી. ત્યાં પોલીસનું સતત એક દિવસ કોમ્બિંગ કરવામાં આવ્યું હતુ. પથ્થરમારામાં સામેલ શખ્સોની સીસીટીવી કેમરાથી ઓળખ કરી ધરપકડ કરી છે. સોશિયલ મિડિયા મારફતે શહેરની શાંતિ ડહોળવનારા તત્વોની પણ ધરપકડ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આજના યુગમાં સોશિયલ મિડિયા એ ખૂબ જ મહત્વનું માધ્યમ બન્યુ છે. જેમાં દુનિયાના કોઇ પણ ખૂણે બનતી ઘટના લોકો સોશિયલ મિડિયાના પગલે જાણી શકે છે. જો કે આ પ્રકારની ભડકાઉ પોસ્ટથી રાજયમાં અન્ય કોઇ જગ્યાએ માહોલ ન બગડે તે પણ પોલીસની મહત્વપૂર્ણ જવાબદારી બની જતી હોય છે.
વડોદરામાં સર્જાયેલા કોમી છમકલાની કાર્યવાહીમાં પોલીસ બાદ હવે સાયબર ક્રાઇમ સેલની ટીમ પણ કાર્યવાહીમાં લાગી છે. સોશિયલ મિડિયા પર ભડકાઉ ભાષણ તેમજ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી કોમી વૈયમન્સ્ય ફેલાવાનારા તત્વોની ધરપકડ કરવામાં આવી રહી છે.
રામનવમીની શોભાયાત્રામાં જે ભડકાઉ ભાષણો આપ્યા હતા અને શહેરની શાંતિ ડહોળાઇ હતી તે બાબતે પણ કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં સાયબર સેલની ટીમે VHP નેતા રોહન શાહ, કેતન ત્રિવેદી ગુંજલ શાહ સહિત અન્ય એક અજાણ્યા શખ્સ સામે IPC કલમ 153A, 34 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રોહન શાહની ધરપકડ પણ કરી લેવાઇ છે. જોકે અન્ય આરોપીઓ ફરાર છે. જેની PCB, SOG, ક્રાઇમબ્રાન્ચ સહિત અલગ અલગ ટીમો શોધખોળમાં લાગી છે.
વડોદરા સાયબર ક્રાઇમ દ્ઘારા ફેસબુક, ઇન્ટાગ્રામ અને વોટસએપ સહિતના માધ્યમો પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી શાંતિ બગાડનારા તત્વો પર બાઝ નજર રાખવામાં આવી રહી છે. શહેર પોલીસ કમિશનર દ્ધારા સાયબર ક્રાઇમને ભડકાઉ પોસ્ટ મૂકનારા શખ્સો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








