Tuesday, June 23, 2026
HomeGeneralગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે ખુદે કર્યા ભ્રષ્ટાચારના આરોપ

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે ખુદે કર્યા ભ્રષ્ટાચારના આરોપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પંચમહાલઃ Nal Se Jal Yojana Corruption: પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ચાલતી તંત્રની કામગીરીને લઈને ખુદ ભાજપના ધારાસભ્યએ (BJP MLA) ચોંકાવાનારી વિગતો જાહેર કરી છે. પંચમહાલ જિલ્લાના શહેરાના (Shehera) ધારાસભ્ય જેઠા આહિર ભરવાડ (Jetha Ahir Bharwad) દ્વારા “નલ સે જલ યોજના”માં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. જેને લઈને તંત્રમાં ખળભળાટ જોવા મળ્યો છે. ધારાસભ્ય જેઠા આહિર ભરવાડે તેમના લેટર પેડ પર લેખિતમાં તંત્રની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની માહિતી આપી છે. ત્યારે સવાલ પેદા થાય છે કે, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષને ખુદને જ ભ્રષ્ટાચાર માટે ફેસબુકમાં લડાઈ છેડવી પડી હોય તો સામાન્ય લોકોની હાલત તો કેવી થતી હશે.

પંચમહાલ જિલ્લાના શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહિર ભરવાડે ફેસબુક પર લેખિતમાં જણાવ્યું છે કે, ‘મારા મત વિસ્તારના શહેરા અને ગોધરા તાલુકામાં વાસ્મો યોજનાની કામગીરી હાલમાં ચાલી રહી છે. અમારા પ્રાઈવેટ ઈજનેર દ્વારા વિવિધ કામની તપાસ કરતા ઘણા કામ અધૂરાં છે અને કામગીરી સ્થળ પર પણ પૂર્ણ કર્યા નથી, કામગીરીની ગુણવત્તા જાળવવામાં આવી નથી, અધિકારીઓની મીલીભગતના કારણે કામ અધુરા પડ્યા છે. જેથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સ્પષ્ટ જણાઈ આવે છે. જેથી તેની તપાસ કરવાની કાર્યવાહી કરવા મારી ભલામણ છે.

- Advertisement -

ધારાસભ્ય જેઠા આહિર ભરવાડે ફેસબુક પર એક પોસ્ટ કરીને 40થી વધુ દસ્તાવેજ રજુ કર્યા છે. જે પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘અમો દ્વારા “નલ સે જલ યોજના”માં વાસ્મો વિભાગ દ્વારા હલકી કક્ષાની ગુણવત્તા વાળા કામ કરી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને નલ સે જલ યોજનામાં અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મિલીભગતના કારણે આ યોજના ફેઇલ ગઈ છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, જે બાબતે અમો દ્વારા ACB દ્વારા તપાસ થાય તે બાબતે મારા પત્રોથી તપાસની માગણી કરી છે.’ હવે આને લખાણની ભુલ સમજવી કે ખરેખર “અમો” અટેલે કે ધારાસભ્ય પોતે પણ ભ્રષ્ટાચારમાં સામેલ છે?

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular