નવજીવન ન્યૂઝ.નવી દિલ્હી: દિલ્હીમાં આવેલી ન્યૂઝક્લિક (NewsClick) ન્યૂઝ વેબસાઈટ છેલા ઘણા સમયથી ચર્ચામાં રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હંમેશા ન્યૂઝકિલકમાં આવતા અહેવાલોનું સમર્થન કર્યું છે. ત્યારે આજે વહેલી સવારે EDએ ન્યૂઝક્લિક સાથે જોડાયેલા 30 જેટલા પત્રકારોના ઘરે દરોડા પાડવાના સમાચાર સામે આવી રહ્યા છે.
આજથી થોડા સમય પહેલા આ ન્યૂઝ વેબસાઈટ ન્યૂઝક્લિક પર ચીનથી ફડિંગ લેવાનો આરોપ લાગ્યો હતો. જેને પગલે EDએ ન્યૂઝક્લિક વેબસાઈટ સાથે જોડાયેલા પત્રકારો પર ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે ન્યૂઝક્લિક સાથે સંકળાયેલા 30થી વધુ સ્થળોએ છાપામરી કરવામાં આવી છે. જો કે આ મામલે પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કર્યાના સમાચાર નથી. પણ આ મામલે પ્રેસ ક્લબ ઈન્ડિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ન્યૂઝક્લિક સાથે જોડાયેલા પત્રકારોના ઘરે દરોડા ચિંતાજનક છે. અમે ન્યૂઝ્ક્લિકની સાથે ઊભા છીએ.. અમે સતત નજર પણ આખી રહ્યા છીએ.
અગાઉ ન્યુયોર્ક ટાઈમ્સે ઓગષ્ટ મહિનામાં પ્રસિદ્ધ કરેલા એક અહેવાલમાં આરોપ લગાવતા કહ્યું હતું કે, અમેરિકાના અબજોપતિ નેવીલ રોય સિંઘમ દ્વારા અમુક ન્યૂઝ ઓર્ગેનાઈઝેશનને ચીનના પ્રોપગેન્ડા ફેલાવવા બદલ કરોડો રૂપિયાનું ફંડ આપવામાં આવે છે. ભારતની ન્યૂઝ વેબસાઈટ ન્યૂઝક્લિક પણ આ બાબતમાં સામેલ હોવાનો દાવો ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો હતો.
અગાઉ ન્યુયોર્ક ટાઈમ્સના ઓગષ્ટ મહિનામાં કરવામાં આવેલા દાવા બાબતે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, 2021માં જ ન્યૂઝક્લિક વિષે ખુલાસો કરવામાં આવ્યો હતો. સાથે જ વિદેશથી કેવી રીતે ભારત વિરુદ્ધ દુષ્પ્રાચાર કરવામાં આવે છે તે બાબતે પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એમ પણ જણાવ્યુ કે, નેવીલ રોય સિંઘમ દ્વારા ચીનની કંપનીઓ ન્યૂઝકિલકને ફડિંગ કરી રહી છે. નેવીલ રોય સિંઘમ ચીનની કંપનીઓના સેલ્સમેન છે.
પત્રકાર અભિસાર શર્માએ પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે, દિલ્હી પોલીસ મારા ઘરે પહોંચીને મારા મોબાઈલ ફોન અને લેપટોપ જપ્ત કરી રહી છે. ન્યૂઝ ક્લિક પોર્ટલ સાથે જોડાયેલા પત્રકાર ભાષા સિંહે પણ ટ્વિટ કરીને કહ્યું કે, મારા આ મોબાઈલથી છેલ્લું ટ્વિટ છે. પોલીસ મારા ફોન લઈ જઈ રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








