Tuesday, March 17, 2026
HomeGujaratછૂટાછેડામાં અડચણરૂપ બનતા માસૂમની પિતાએ જ કરી હત્યા, મોબાઈલ નંબર સ્ટ્રેસ કરી...

છૂટાછેડામાં અડચણરૂપ બનતા માસૂમની પિતાએ જ કરી હત્યા, મોબાઈલ નંબર સ્ટ્રેસ કરી આરોપી ઝડપી લેવાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.થરાદ (બનાસકાંઠા): Banaskantha News: જીવનમાં પતિ પત્ની વચ્ચેના અણબનાવો સ્વાભાવિક અને સામાન્ય બાબત છે. કોઈને કોઈ બાબતને લઈ દંપત્તિ વચ્ચે ચમક થાય ત્યારે તે બાબત કઈ હદ સુધી જઈ શકે તેની કલ્પના કરવી આજના સમયામાં એટલી અઘરી નથી. પતિ પત્ની વચ્ચેની મગજમારીમાં વાત જ્યારે કોઈના અહમ સુધી પહોચે ત્યારે પરિસ્થિતિ વિકટ બની જાય છે. આવી અનેક ઘટનાઓ વચ્ચે દંપત્તિના માસૂમ બાળકોની શું ભૂલ હોય છે કે, કોઈ માતા અથવા પિતા દ્વારા પોતાના જ સંતાનની હત્યા કરી નાખવામાં આવે છે. આ જ પ્રકારની એક ઘટના જેમાં પિતાએ જ પોતાના 3 વર્ષના માસૂમની વીંધી નાખવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, આજથી સાત વર્ષ અગાઉ પાટણ જીલ્લાના ધાયલોજ ગામના શૈલેષ રબારી નામના યુવકના લગ્ન કાંકરેજના નેકોઈ ગામની યુવતી સાથે થયા હતા. આ પતિ પત્નીને લગ્નજીવન દરમિયાન ત્રણ વર્ષનો એક દીકરો પણ હતો. દંપત્તિ વચ્ચે કોઈ બાબતને લઈ ઘણા સમયથી ઝગડો ચાલી રહ્યો હતો. આ યુવક પત્ની સાથે ઘણા સમયથી છૂટાછેડા લેવા માંગતો હતો. પરંતુ તેનો ત્રણ વર્ષનો માસૂમ દીકરો પત્નીથી છૂટાછેડા મેળવવામાં અડચણરૂપ નીવડતો હતો.

- Advertisement -

પતિ પત્ની વચ્ચે અવાર નવાર થતાં ઝગડાને લઈ યુવતી પોતાના ત્રણ વર્ષના દીકરા સાથે કાંકરેજ ચાલી ગઈ હતી. પત્નીથી છૂટાછેડા મેળવવા યુવક થરાદ ગયો હતો અને તેના ત્રણ વર્ષના દીકરાને લઈ પોતાના ઘરે આવવા નીકળ્યો હતો. જ્યારે યુવક ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે વચ્ચે આવતી થરાદ નજીકની કેનાલમાં દીકરાને ફેંકી દીધો હતો. પોતાના સગા દીકરાને કેનાલમાં ફેંકી શૈલેષ રબારી ત્યાથી ફરાર થઈ ગયો હતો. માસૂમની માતાને ઘટનાની જાણ થતાં જ તેણે પોલીસ સ્ટેશનમાં પતિ સામે દીકરાની હત્યા મુજબનો ગુનો નોંધાવ્યો હતો.

ફરાર આરોપી શૈલેષ રબારીને ઝડપી પાડવા પોલીસે આરોપીનો મોબાઈલ નંબર સ્ટ્રેસ કર્યો હતો. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી આરોપીની પત્નીએ નોંધાવેલી ફરિયાદને આધારે આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular