નવજીવન ન્યૂઝ. અમદાવાદ: PM Modi degree controversy: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) કોલેજની ડિગ્રી (MA Degree) અને સિરિયલ નંબર માગ્યો હતું. જે સમ્રગ મામલો ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) પહોંચ્યો હતો. જે અંગેની સુનાવણીમાં હાઇકોર્ટે આજરોજ અરવિંદ કેજરીવાલને PM મોદીની ડિગ્રી માંગવા બદલ 25 હજારનો દંડ ફટકાર્યો છે.
આજકાલ અરવિંદ કેજરીવાલ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના શિક્ષણને લઇ સતત પ્રહાર કરી રહ્યા છે. એક નિવેદનમાં તેઓએ ત્યા સુધી કહી દીધુ હતુ કે, ભારતના વડાપ્રધાન અશિક્ષિત છે. જેને લઇ રાજ્કીય ગલિયારામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યાર બાદ વડાપ્રધાનની શૈક્ષણિક ડિગ્રી માટે કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયાં સુધી ભણેલા છે, તેમની પાસે કંઇ ડિગ્રી છે? તે અંગે કેન્દ્રીય માહિતી આયોગ પાસેથી જાણકારી માગી હતી. આ સમ્રગ કેસની સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહી હતી. હાઇકોર્ટેમાં જસ્ટિસ બિરેન વૈષ્ણવની બેન્ચે અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ ફટકારી કેન્દ્રીય આયોગ પાસેથી ડિગ્રી અંગે માગેલી જાણકારીના આદેશ પણ રદ કર્યા છે.
પ્રધાનમંત્રી મોદીના જણાવ્યા મુજબ તેમણે 1978માં ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક અને 1983ના વર્ષમાં દિલ્હી યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યો હોવાનો દાવો કર્યો છે. આ અંગે સરકારી વકીલ સોલિસિટર તુષાર મહેતાએ દલીલ કરતા કહ્યું કે, જયારે છુપાવવા માટે કંઇ નથી તો યુનિવર્સિટીને જાહેર કરવા ફરજ પાડી શકે નહીં.
આ સમ્રગ મામલે હાઇકોર્ટમાં યુનિવર્સિટીએ દલીલ કરી હતી કે, યુનિવર્સિટી હજારો વિદ્યાર્થીઓ સાથે વિશ્વાસનો સબંધ ધરાવે છે. જેના કારણે કોઇપણ વિદ્યાર્થીની માહિતી આપી ન શકાય. આ ઉપરાંત કોઇ વિદ્યાર્થીની માહિતી જાહેર કરવી એ ગુપ્તતાના અધિકારનો ભંગ છે.
આ ઉપરાતં ગુજરાત યુનિવર્સિટીએ દલીલ કરતા કહ્યું હતુ કે, “ચીફ ઇન્ફોર્મેશન કમિશન પક્ષકાર બની શકતી નથી એટલે તેઓ અમને આદેશ ન કરી શકે”. ગુજરાત યુનિવર્સિટીએ વધુમાં કહ્યુ કેં CIC એ એક પ્રકાર વહીવટી રીતે આપેલો આદેશ છે. તેમને કોઇ પણ પ્રકારનો નિર્દેશ આપવાનો અધિકાર નથી.
TAG: Delhi CM Arvind Kejriwal, PM Narendra Modi MA Degree controversy, Gujarat High Court Fined
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








